Not Set/ અમદાવાદ/ ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં..? કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાની તબિયત લથડી ! SVP હોસ્પિટલમાં દાખલ

ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાની તબિયત એકાએક લથડતા મોડી રાતે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા જોકે આ અંગે હજી રિપોર્ટ આવ્યો નથી. હાલ તેઓ ICUમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા જોકે આ અંગે હજી રિપોર્ટ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, […]

Ahmedabad Gujarat

ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાની તબિયત એકાએક લથડતા મોડી રાતે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા જોકે આ અંગે હજી રિપોર્ટ આવ્યો નથી. હાલ તેઓ ICUમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા જોકે આ અંગે હજી રિપોર્ટ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં કારોના મહામારીના કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ તેમજ નાની મોટી ગલીઓમાં જાતે જઈને સેનેટાઈઝર કરતા જોવા મળ્યા હતા. સાથે સાથે મજુરોને એમના વતન મોકલવાની પણ સગવડ કરી આપી હતી. આ દરમિયાન તેઓ કોનાથી સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં હવે રાજકીય નેતાઓ પણ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આ પહેલા, અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી હતી. જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ તેમની તબિયત સ્થિર છે. નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી નો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.