Not Set/ ભરૂચ/ SRP કેમ્પના 4 જવાનને કોરોના પોઝીટીવ

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોના વોરિયર્સ પણ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. વાલિયા રૂપનગર SRP કેમ્પના 4 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદથી પરત ફરેલા ભરૂચના વાલીયા રૂપનગર SRP કેમ્પના 4 જવાનાનો કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જવાનોને […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોના વોરિયર્સ પણ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. વાલિયા રૂપનગર SRP કેમ્પના 4 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદથી પરત ફરેલા ભરૂચના વાલીયા રૂપનગર SRP કેમ્પના 4 જવાનાનો કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ જવાનોને અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 44 ઉપર પહોંચી ગઇ છે. જેમાંથી 34 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. તેમજ હાલ, 7 લોકો સારવાર હેઠળ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.