Not Set/ બનાસકાંઠા/ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ સગીર સહીત ૩ આરોપી ઝબ્બે

બનાસકાંઠા જીલ્લા માં ચેન સ્નેચીંગ ના ગુન્હા માં દિયોદર પોલીસ ને એક મહત્વ ની સફળતા મળી છે જેમાં દિયોદર હાઇવે વિસ્તાર ઉપર ૩ ઈસમો ને શંકાસ્પદ રીતે ઝડપી પોલીસ એ પૂછ પરછ કરતા દિયોદર અને ભાભર માં તાજેતર માં થયેલ ચેન સ્નેચીંગના ગુન્હા ની કબુલાત કરતા પોલીસે ૩ આરોપી ને રિમાન્ડ મેળવી આગળ ની તપાસ […]

Gujarat Others
બનાસકાંઠા જીલ્લા માં ચેન સ્નેચીંગ ના ગુન્હા માં દિયોદર પોલીસ ને એક મહત્વ ની સફળતા મળી છે જેમાં દિયોદર હાઇવે વિસ્તાર ઉપર ૩ ઈસમો ને શંકાસ્પદ રીતે ઝડપી પોલીસ એ પૂછ પરછ કરતા દિયોદર અને ભાભર માં તાજેતર માં થયેલ ચેન સ્નેચીંગના ગુન્હા ની કબુલાત કરતા પોલીસે ૩ આરોપી ને રિમાન્ડ મેળવી આગળ ની તપાસ શરુ કરી છે..
(૧) રાહુલ જયંતિ ઠાકોર તે મૂળ થરા કાંકરેજ નો રહેવાસી છે અને તેની સાથે(૨) રહેલ ભોપાજી ચંદુજી ઠાકોર જે બકરાતપુર  તા પાટણ નો છે અને (૩) એક આરોપી નાબાલિક હોવાથી પોલીસે જાહેર કર્યો નથી.  આ ૩ આરોપી ઓ પોતાના પલ્સર બાઈક ઉપર આવી મોઢા ઉપર બોકાની બાધી હાઇવે વિસ્તાર તેમજ અન્ય સુમ સામ રસ્તા ઉપર થી પ્રસાર થતી મહિલા  ના ગળા માંથી સોના ના દોરા ની ચીલ ઝડપ કરી ઘટના ને અંજામ આપતા હતા.
દિયોદર પોલીસ ચેન સ્નેચીંગ જેવા ગુન્હા શોધી ગાઢવા માટે પોલીસ દિયોદર ખીમાણા ત્રણ રસ્તા ઉપર પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી ના આધારે થરા તરફ થી આવતું કાળા કલર નું બાઈક રોકાવી પૂછ પરછ કરતા પોલીસને યોગ્ય જવાબ ના આપતા અને ત્રણે આરોપી શંકાસ્પદ જોવા મળતા પોલીસે ત્રણે આરોપી ને દિયોદર પોલીસ મથક ખાતે લાવી સધન પૂછ પરછ હાથ ધરી હતી
પોલીસે ત્રણે આરોપી ની પૂછ પરછ કરતા તે દરમિયાન આરોપી રાહુલ અને ભોપાજી તેમજ અન્ય નાબાલિક ઈસમે  જીલ્લા ના દિયોદર આયોધ્યા નગર સોસાયટી આગળ સાંજ ના સુમારે એક મહિલા કર્મચારી રિક્ષા માંથી ઉતરી જતી હતી ત્યારે તેના ગળા માંથી સોના ના દોરા ની ચીલ ઝડપ કરી ચોરી ને અંજામ આપ્યો હતો. તેમજ ભાભર માં પણ  કેટલાય ચીલ ઝડપ ગુન્હા ને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
પલ્સર બાઈક ઉપર મોઢા ઉપર બોકાની બાંધી મહિલાના ગળા માંથી સોના ના દોરા ની લુટ કરતા હતા જે આરોપી ને ઝડપી પાડેલ છે અને ગુન્હા નો ભેદ ઉકેલાયેલ છે.  તો દિયોદર પોલીસ ને દિયોદર અને ભાભર ના ચેનસ્નેચીંગ ના ગુન્હા માં ભેદ ઉકેલવા સફળતા મળી છે પરતું આ આરોપી બનાસકાંઠા અને કે અન્ય કોઈ જીલ્લા માં કોઈ ગુન્હા માં સંડોવાયેલ છે કે કેમ તે માટે આરોપી ને કોર્ટ માં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરી આગળ ની પૂછ પરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.