Not Set/ આણંદ/ ખેડૂતોની રેલ્વે કોરીડોરની પડતર માંગણીઓ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં રેલી

રેલવે કોરીડોર ની પડતર માંગણીઓને લઈ આણંદ જિલ્લાના ચાંગા થી લઈ કંકાપુરા સુધી 31 થી વધુ ગામના ખેડૂતો દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના નેતૃત્વમાં રેલી યોજવામાં આવી અને જો આગામી સમયમાં માંગણીઓનો નિકાલ કરવામાં નહિ આવે તો ચાંગાથી લઈ કંકાપુરા સુધી પદયાત્રા કાઢવાની ચીમકી પણ ઉપચારી છે આણંદ જિલ્લાના 31 થી વધુ ગામના […]

Gujarat Others

રેલવે કોરીડોર ની પડતર માંગણીઓને લઈ આણંદ જિલ્લાના ચાંગા થી લઈ કંકાપુરા સુધી 31 થી વધુ ગામના ખેડૂતો દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના નેતૃત્વમાં રેલી યોજવામાં આવી અને જો આગામી સમયમાં માંગણીઓનો નિકાલ કરવામાં નહિ આવે તો ચાંગાથી લઈ કંકાપુરા સુધી પદયાત્રા કાઢવાની ચીમકી પણ ઉપચારી છે

આણંદ જિલ્લાના 31 થી વધુ ગામના ખેડૂતોની જમીન રેલવે તંત્ર દ્વારા રેલવે કોરિડોર માટે જમીન લેવામાં આવી હતી જેમાં ખેડૂતોને જંત્રી પ્રમાણે ભાવ આપવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જમીનોની કિંમત વધારે હોવાથી 2009માં ખેડૂતો દ્વારા કોર્ટમાં કેસ રજુ કરવામાં આવ્યો હતો અને કેસનો નિર્ણય ખેડૂતોના પક્ષમાં આવ્યો હતો ત્યારબાદ 2016 સુધી હાઈ કોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો અને દરેક જગ્યાએથી ખેડૂતોના પક્ષમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ના ચૂકવવામાં ન આવતા આજરોજ અમુલ ડેરી ખાતેથી મોટી સંખ્યામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના નેતૃત્વમાં રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને થોડાક જ દિવસમાં જો નાણાં ચૂકવવામાં નહિં આવે અને ખેડૂતો પાસેથી દાખલા તરીકે બે ગુઠા જગ્યા રેલવે કોરીડોર ના ઉપયોગ માં લીધી હોય તો સમસ્ત સર્વે નંબર ની અંદર રેલવે ની એન્ટ્રી પાડવામાં આવી છે જેને પણ અલગ કરવાની માંગ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને થોડા સમયની અંદર આનો નિકાલ નહી આવે તો ખેડૂતો દ્વારા રેલવે કામ અટકાવવામાં આવશે તેમજ રેલવે કોરિડોર પર પદ યાત્રા કાઢવામાં આવશે જેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તેથી વધુમાં હાલ ખેડૂતોના કમોસમી વરસાદને લઈને પણ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે તેમજ ખેતીમાં પણ નુક્સાન જતું હોય ખેડૂતોના હિતમાં વિચારવા સરકારને ચીમકી સાથે અપીલ કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.