Not Set/ નવસારી/ ટ્રાફિક પોલીસે દંડની રકમ સામે આપી અનોખી ભેટ, જાણો શું આપ્યું ભેટમાં ..??

ટ્રાફિકના કાયદામાં નવા દંડની જોગવાઈ કર્યા બાદ પણ નવસારીમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો વગર હેલમેટે બાઈક ચલાવતા નજરે ચડ્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસે ૧૧ લાખ કરતા વધુનો દંડ વસુલ્યો હતો. જોકે લોકોમાં જાગૃતિ આવે અને પોતાની સુરક્ષાને ધ્યાને રાખી હેલમેટ પહેરતા થાય, એ હેતૂથી આજે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીગીરી સાથે બાઈક ચાલકોને પકડી મેમો […]

Gujarat Others

ટ્રાફિકના કાયદામાં નવા દંડની જોગવાઈ કર્યા બાદ પણ નવસારીમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો વગર હેલમેટે બાઈક ચલાવતા નજરે ચડ્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસે ૧૧ લાખ કરતા વધુનો દંડ વસુલ્યો હતો. જોકે લોકોમાં જાગૃતિ આવે અને પોતાની સુરક્ષાને ધ્યાને રાખી હેલમેટ પહેરતા થાય, એ હેતૂથી આજે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીગીરી સાથે બાઈક ચાલકોને પકડી મેમો આપવાને બદલે ૫૦૦ રૂપિયામાં હેલમેટ આપી હતી.

ભારત સરકારે ટ્રાફિક નિયમનના કાયદામાં દંડની રકમમાં જંગી વધારો કર્યા બાદ ગુજરાતમાં તેને હળવો કરવામાં આવ્યો હતો. નવસારી શહેરમાં પણ ટ્રાફિક નિયમનનો ભંગ કરવા બદલ લોકો પાસેથી અત્યારસુધીમાં ૨૨ લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલાયો છે. જેમાં અડધો દંડ હેલમેટ પહેર્યા વગરના બાઈક ચાલકો પાસેથી વાસુલાયો હતો. શહેરમાં ટ્રાફિકના નિયમોનો લોકો સ્વેચ્છાએ પાલન કરતા થાય અને લોકોમાં જાગરૂકતા આવે એ હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આજે શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા ડૉ. ગીરીશ પંડ્યા અને ધારાસભ્ય પીયુષ દેસાઈની ઉપસ્થિતિમાં હેલમેટ વગરના બાઈક ચાલકોને અટકાવ્યા હતા અને તેમને વગર હેલમેટે બાઈક ચલાવવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાને બદલે વાહન ચાલકોને એટલાજ રૂપિયામાં નવી હેલમેટ આપવામાં આવી હતી.

નવસારી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે આરંભાયેલા અભિયાન દરમિયાન નવસારીનાં એક યુવાનને પોલીસે હેલમેટ વગર પકડ્યો હતો. જેણે તેના પિતાને બોલાવતા તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને શહેરમાં હેલમેટની કોઈ જરૂર ન હોવા છતાં સરકાર દ્વારા કાળો કાયદો લાદવામાં આવ્યો છે. જેનો ધારાસભ્ય પીયુષ દેસાઈ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જયારે ધારાસભ્યએ કાયદો સુરક્ષા માટે હોવાનું જણાવી તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુસ્સાયેલા વ્યક્તિએ ધારાસભ્ય સામે સરકારનાં ટ્રાફિકના વિરોધ કર્યે જ રાખ્યો હતો. જોકે બાદમાં પોલીસે તેમને સમજાવતા તેમણે પોતાના દિકરા માટે હેલમેટ ખરીદ્યું હતું.

બીજી તરફ પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનને પકડાયેલા નવસારીજનોએ આવકાર્યો હતો. લોકોએ દંડ ભરવાને બદલે હેલમેટ ખરીદયું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. સાથે જ કાયમ હેલમેટ પહેરી કાયદાનો અમલ કરવા સાથે જ લોકોને પણ હેલમેટ પહેરી પોતાની સુરક્ષા રાખવાની અપીલ કરી હતી.

નવસારીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે હાથ ધરાયેલા દંડને બદલે હેલમેટ આપવાનાં અભિયાનને મોટાભાગનાં શહેરીજનોએ આવકાર્યો હતો. જયારે કેટલાક લોકોમાં શહેરમાં હેલમેટની કોઈ જરૂર જ ન હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. હવે જોવું એ રહ્યું લોકો ટ્રાફિક નિયમનનો કયારે પાલન કરતા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.