Not Set/ પ્રિયંકા ચોપડાની બહેન મીરાને મળી રેપની ધમકી, સોશિયલ મીડિયામાં લોકોએ ગણાવી પોર્નસ્ટાર

બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડાને રેપની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર તેને ગાળો પણ આપવામાં આવી રહી છે. તેને વેશ્યા અને પોર્ન સ્ટાર તરીકે પણ ઓળખ આપવામાં આવી રહી છે. મીરાએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી. ટોલીવુડ અભિનેત્રી મીરા ચોપડાએ તાજેતરમાં જ તેના ટ્વિટર ચાહકો માટે એક સવાલ-જવાબ […]

Uncategorized

બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડાને રેપની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર તેને ગાળો પણ આપવામાં આવી રહી છે. તેને વેશ્યા અને પોર્ન સ્ટાર તરીકે પણ ઓળખ આપવામાં આવી રહી છે. મીરાએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી.

ટોલીવુડ અભિનેત્રી મીરા ચોપડાએ તાજેતરમાં જ તેના ટ્વિટર ચાહકો માટે એક સવાલ-જવાબ સત્રનું આયોજન કર્યું હતું, જેમાં એક પ્રશંસકે તેને દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા જુનિયર એનટીઆર વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આ અંગે મીરાએ કહ્યું કે, તે જુનિયર એનટીઆરને નથી જાણતી. તે તેની ફેન નથી, પરંતુ મહેશ બાબુની પ્રશંસક છે. આ અંગે ચાહકો ગુસ્સે થઇ ગયા અને મીરાને ગાળો આપવાનું શરૂ કરી દીધું. તેટલુ જ નહી ચાહકોએ તેને બળાત્કારની ધમકી આપી અને તેને વેશ્યા અને પોર્ન સ્ટાર પણ કહી દીધુ.

જો કે, મીરાનાં સમર્થનમાં #WeSupportMeeraChopra પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરતું હતું. મીરાએ રેપ અને ધમકીઓની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને સાયબર પોલીસ સમક્ષ કરી છે. તેણે ટ્વિટર પર જુનિયર એનટીઆરને ટેગ કર્યો છે અને પૂછ્યું છે કે જો તે મહેશ બાબુની ચાહક છે, તો તેના ફેન્સ તેને ગાળો આપશે અને મને વેશ્યા અને પોર્ન સ્ટાર કહેશે, ફક્ત એટલા માટે કે મહેશ બાબુ વધુ પસંદ છે. શું તમે આવા ચાહકો સાથે સફળ થશો? હું આશા રાખું છું કે તમે મારા ટ્વીટને અવગણશો નહીં. મીરા ચોપડા પ્રિયંકા ચોપડાની કઝીન છે. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મો સાથે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. 2014 માં, મીરાએ ફિલ્મ ગેંગ ઓફ ઘોસ્ટથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને છેલ્લે અક્ષય ખન્ના અને રિચા ચડ્ડા અભિનીત સેક્સન 375 માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.