સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે આ વચ્ચે પાટણમાં સિદ્ધપુરમા એક યુવાનનું કરંટ લાગતા મોત નિપજ્યું છે, જેને લઈ અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કપડાં સૂકવવા જતા તારને અડતા યુવાનને કરંટ લાગ્યો હતો. યુવાનને બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર પાટણમાં સિદ્ધપુર બિંદુ સરોવર વિસ્તારમા એક યુવાન કપડા સૂકવવા જતા તારને અડી જતા કરંટ લગતા ઘટના સ્થળે યુવાનનું નિપજ્યું હતું. જ્યારે યુવકને માતા છોડાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. આ યુવાનની દોઢ માસની પુત્રી અને પત્ની બંને નિરાધાર બન્યા છે. હાલ યુવાનના મૃતદેહને સીલીવ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
