એનસીઆર અને સીએએ બાદ હવે ફરીએકવાર સ્વરા ભાસ્કર કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ આલોચનાનો શિકાર બની છે. હકીહતમાં અભિનેત્રીએ રોડ બ્લોક કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલી સફુરા જરગરને મુક્ત નહીં કરવા અંગે તેના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારથી, લોકોએ ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેંડ થવા લાગ્યું છે. પ્રથમ ક્રમે ટ્રેંડ થયા બાદ સ્વરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકો સ્વરાના સમર્થનમાં પણ સામે આવ્યા છે.
સ્વરાએ ટ્વિટર પર લખ્યું, ‘રોડ બ્લોક કરવા બદલ એક સગર્ભા સ્ત્રી જેલમાં છે. આપણે શું બની ગયા છીએ’. આ પછી તેમણે મધ્યપ્રદેશના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર નિશાન સાધતા લખ્યું, ‘આતંકના ગુનેગારને જામીન મળી ગયો છે. નવા ભારતના આતંકના ગુના કરતા માર્ગ અવરોધ ખૂબ મોટો છે ‘. સ્વરાની ટ્વિટ સામે આવતા જ લોકોએ તેની ધરપકડ કરવાની માંગ શરૂ કરી દીધી હતી. ઘણા લોકોએ તેમનો જુનો વીડિયો શેર કરતા દિલ્હીમાં થયેલા તોફાનોનો પણ આરોપ લગાવ્યો છે.
BUT A PREGNANT WOMAN IS IN JAIL FOR BLOCKING A ROAD!!!!! What have we become??? #safoorazargar https://t.co/vGqQfhqpVU
— Swara Bhasker (@ReallySwara) June 5, 2020
Terror accused MP #PragyaThakur got bail! Blocking a road is a greater crime in #NewIndia than being accused of terrorism! 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 #safoorazargar https://t.co/pygEuMuV0L
— Swara Bhasker (@ReallySwara) June 5, 2020
અભિનેત્રીએ આપ્યો જવાબ
#ArrestSwaraBhaske ના ટ્રેંડ થવા પર સ્વરાએ જવાબમાં લખ્યું, આ કારણ છે કે ભારતની હસ્તીઓ ફક્ત હાથીઓ માટે જ પોતાનો અવાજ ઉઠાવે છે. ઘણા સેલેબ્સ પણ સ્વરાના સમર્થનમાં દેખાયા છે. નોંધપાત્ર વાત એ છે કે, જામિયા મીલીયાના સંશોધન વિદ્વાન સફુરા જરગરને 10 એપ્રિલના રોજ માર્ગ અવરોધિત કરવા બદલ અટકાયતમાં લેવામાં અવી હતી સફુરા 21-અઠવાડિયાની ગર્ભવતી છે.
And that my friends.. is why most celebrities in India only raise their voices for elephants! 🙏🏽🙏🏽🙏🏽 #safoorazargar #ArrestSwaraBhaskar #bizarrebuttrue pic.twitter.com/Nn3k3x8Nlv
— Swara Bhasker (@ReallySwara) June 6, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
