ગુજરાતમાં કોરોનાનો હાહાકાર હજુ પણ યથાવત જ છે અને સાવચેતી રાખવામાં આવશે નહી તો કોરોના અટકવાનો નથી તે વાત પણ વિદિત છે. કોરોના સંક્રમણથી ફેલાઇ છે અને બને તેટલું સંક્રમણથી પોતાનાને આ કાળમાં બચાવી રાખવુ પણ જરુરી છે. લોકો કોરોનાનાં સામે જંગ આજે પણ લડી રહ્યા છે. પરંતુ જો સંક્રમણ કોઇ એવી જગ્યાથી ફેલાઇ ક્યા જવું લોકો માટે અનિવાર્ય હોય ત્યારે લોકોની મુશ્કેલીએ વધુ વધતી હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, આવો જ એક કિસ્સો નસવાડીના બોરીયાદ ગામની બેન્ક ઓફ બરોડા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સામે આવ્યો છે.
બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે 100 ગામના ગ્રાહકો આ બેંક સાથે સંકળાયેલ હોય મુશ્કેલીમાં મુકાયા હોવાનું જોવામાં આવી રહ્યું છે. સાથે સાથે બેંકનાં 10 કર્મચારીને પણ કોરોન્ટાઈન હેઠળ ખસેડવામાં આવ્યા હોવાથી બેંક સાત દિવસ માટે બંધ કરાઈ હોય આ પણ મુશ્કેલીમાં વધુ ઉછાળ જેવી બાબત છે.
આદિવાસી બેંક હોવાનાં કારણે ગ્રાહકો સવાર થી નાણાં લેવા આવ્યા હોય બેંક બહાર બેસી રહયા હોય તેવુ જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, શનિવારે બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના સ્ટાફ ને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. લોકોની મુશ્કેલીઓ બેંક બંધ કરી દેવામાં આવતા વધી છે, ત્યારે સાત દિવસ લોકોની જરુરીયાત અને ધંધા રોજગાર વિશે તંત્રએ વિચારી કોઇ યોગ્ય પગલા લેવા જોઇએ તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
