એક તરફ દેશની નામી સંસ્થાનો રિસર્ચ કરી રિપોર્ટ આપી રહી છે કે, કોરોના દેશનાં લાખો લોકોને થઇ અને રિકવર પણ આપમેળે જ થઇ ગયો છે. કોરોનાથી ડરવાની જરુર નથી અને બીજી તરફ 75 દિવસથી લોકડાઉનની તલવાર સાથે કોરોનાનું સંક્રમણ પણ બેફામ જોવામાં આવી રહ્યુ છે. જી હા, ગુજરાતમાં પણ છેલ્લા જૂન મહિનાની શરુઆતથી કોરોના પોઝિટિવ કેસની રોજની એવરેજમાં વધારો નોંધાવામાં આવ્યો છે અને હાલ દરરોજ કોરોનાનાં 400+ કેસ નોંધવામાં આવે છે.
લોકોનાં ફફડાટ વચ્ચે પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝેટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરના રાજમહેલ રોડ, મહાવીરનગર સોસાયટીમાં રહેતા 49 વર્ષના પુરુષ અને નવજીવન હોસ્પિટલ, રેસિડેન્ટ રમ નં- 2 માં રહેતા 29 વર્ષના એક ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવતા શહેરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, પાટણ શહેરમાં કોરોના પોઝીટીવનો આંક 34 અને જિલ્લામાં કુલ આંક 103 પર પહોંચ્યો છે. જ્યારે પાટણ જિલ્લામાં 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જે રીતે કોરોના પોતાનુ સંક્રમણ દિવસેને દિવસે વિસ્તારી રહ્યો છે, તેના કારણે લોકો હવે અસમંજશની સ્થિતિમા આવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
22 દર્દીઓ સારવાર લઈ રહયા છે
જ્યારે જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયેલ સંખ્યા 8 પર છે…
