Not Set/ અમદાવાદમાં યુવતીઓ સાવધાન! PUBG રમતા થયો પ્રેમ અને પછી…

આજના ટેકનોલોજી અને સ્માર્ટફોનના યુગમાં ગેમિંગનો યુઝ ખુબ વધી ગયો છે. આ ગેમિંગનો યુઝ ટાઈમ પાસ કરવા માટે રમવા માટે યોગ્ય છે, પરંતુ ક્યારેક આવતી ગેમ ક્યારેક જિંદગીમાં અણધાર્યું નુકસાન પણ પહોચાડી દે તે પણ અચુકતું નથી. આવી જ રીતે અમદાવાદ ના સોલા માં આવો જ એક બનાવ સામે આવ્યો છે. PUBG ગેમ રમતા રમતા […]

Ahmedabad Gujarat

આજના ટેકનોલોજી અને સ્માર્ટફોનના યુગમાં ગેમિંગનો યુઝ ખુબ વધી ગયો છે. આ ગેમિંગનો યુઝ ટાઈમ પાસ કરવા માટે રમવા માટે યોગ્ય છે, પરંતુ ક્યારેક આવતી ગેમ ક્યારેક જિંદગીમાં અણધાર્યું નુકસાન પણ પહોચાડી દે તે પણ અચુકતું નથી.

આવી જ રીતે અમદાવાદ ના સોલા માં આવો જ એક બનાવ સામે આવ્યો છે. PUBG ગેમ રમતા રમતા થયેલ પ્રેમ સબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈ ડી હેક કરી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, PUBG ગેમ રમતા રમતા તેને જીતેન્દ્ર નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અને આ યુવક તેની મિત્રનો મિત્ર હોવાથી બંને વચ્ચે મોબાઈલ નંબર ની આપ લે થઈ હતી. જોકે થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમ સંબધ માં કેળવાય હતી. પરંતુ યુવક દ્વારા યુવતી સાથે ખરાબ માંગણી કરીને અશ્લીલ વાતો કરતા જ યુવતીએ તેની સાથે કોઈ સંપર્ક રાખ્યો ના હતો અને વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું.

થોડા સમય બાદ યુવતી તેનું Email-id અને facebook એકાઉન્ટ ઓપન કરવા જતાં તે ઓપન થયું નહોતું. એટલે તેણે ફોર્ગેટ પાસવર્ડ માં જતા આરોપીનો નંબર જોવા મળ્યો હતો. જેથી યુવતીએ તેના ભાઈ ને સમગ્ર બાબતની જાણ કરી આરોપી પાસે બંને IDના પાસવર્ડ માંગ્યા હતા. જો કે આરોપી એ રૂપિયા 50 હજાર ની માંગણી કરતા અંતે ફરિયાદી યુવતી એ પોલીસ ને જાણ કરી હતી. હાલ માં પોલીસ એ ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….