Not Set/ વડોદરા/ અનલોક 1.૦માં ગૌ-તસ્કરો બન્યા સક્રિય, બે ઈસમો પોલીસને હવાલે

વડોદરા સહિત રાજ્યમાં ગૌ તસ્કરોએ માથું ઉચક્યું છે. ગૌ તસ્કરો એટલા બેખોફ બન્યા છે કે રાત્રીના સમયે બિન્દાસપણે ગાડી લઇને રહેણાક વિસ્તારમાં ગૌ તસ્કરી કરી રહ્યાં છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગૌ તસ્કરી કરતી આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગૌ તસ્કરી કરતી ગેંગનાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.વડોદરાનાં સલાટવાડા વિસ્તારમાં થોડા દિવસો […]

Gujarat Vadodara

વડોદરા સહિત રાજ્યમાં ગૌ તસ્કરોએ માથું ઉચક્યું છે. ગૌ તસ્કરો એટલા બેખોફ બન્યા છે કે રાત્રીના સમયે બિન્દાસપણે ગાડી લઇને રહેણાક વિસ્તારમાં ગૌ તસ્કરી કરી રહ્યાં છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગૌ તસ્કરી કરતી આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગૌ તસ્કરી કરતી ગેંગનાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
વડોદરાનાં સલાટવાડા વિસ્તારમાં થોડા દિવસો પહેલા રાતનાંસમયે કેટલાક શખ્સો કાર લઇને ગૌ તસ્કરી કરવા આવ્યા હતા. જે ગાય ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. જે અંગેની ફરિયાદ સ્થાનિક લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી હતી.

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને તેમાં સફળતા હાથ લાગી છે. પોલીસે આ મામલામાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનાં આધારે તપાસ હાથ ધરી ગૌ તસ્કરીમાં સંડોવાયેલ અલ્તાફ શેખની ધરપકડ કરી છે. સાથે જ આરોપીએ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ભરૂચનાં ટંકારિયામાં ગૌ તસ્કરી કરેલ ગાયો અને વાહન હોવાનો ખુલાસો કરતા પોલીસે ટંકારિયા ખાતેથી અન્ય એક આરોપી ફઝલ રોબરને ઝડપી પાડ્યો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 6 વાછરડા મુક્ત કરાવ્યાં છે. સાથે જ કાર સહિત 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાસ્તવમાં ગુજરાતમાં ગૌ તસ્કરી કરતી આખી ગેંગ છે. જેમાંના 2 આરોપીઓને વડોદરા પોલીસે ઝડપ્યાં છે. જ્યારે અમદાવાદનાં ધોળકામાં રહેતા 4 આરોપીઓ ઇલિયાસ મામા, મકબુલ મન્સૂરી, અકબર અને ટેક્ષી નામનાં ઇસમો ફરાર છે. આરોપીઓ ગાયની તસ્કરી કરતા પહેલા વિસ્તારની રેકી કરતા હતા. અને ત્યારબાદ લોકો ઊંઘતા હોય ત્યારે તેનો લાભ ઉઠાવી ગાય કે તેનાં વાછરડાંને ગાડીમાં નાંખી ફરાર થઇ જતાં.

અમિત ઠાકોર, મંતવ્ય ન્યુઝ, વડોદરા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.