Not Set/ નવસારીમાં બની એક દુઃખદ ઘટના, એક જ પરિવારનાં 3 લોકોના કરંટ લાગવાથી થયા મોત

નવસારીમાં કોરોના વાયરસનો કહેર છે એવામાં જીલ્લામાં શહેરમાં એક દુખદ ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. નવસારીમાં ત્રણ સભ્યોને કરંટ લાગતા મોત નીપજ્યાં છે અને ખાસ વાત એ છે કે, આ બધા લોકો એક જ પરિવારના છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં પરિવારની વહુ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક […]

Gujarat Others

નવસારીમાં કોરોના વાયરસનો કહેર છે એવામાં જીલ્લામાં શહેરમાં એક દુખદ ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. નવસારીમાં ત્રણ સભ્યોને કરંટ લાગતા મોત નીપજ્યાં છે અને ખાસ વાત એ છે કે, આ બધા લોકો એક જ પરિવારના છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં પરિવારની વહુ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેને બચાવવા જતા સસરા અને સસરાને બચાવવા જતા દાદી સાસુને કરંટ લાગ્યો હતો. જેથી ત્રણેવનાં મોત નીપજ્યા છે. જેના કારણે પરિવાર સાથે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.