Not Set/ ગનમેનનું ગુજરાત..? સુરેન્દ્રનગરમાં પિતા-પુત્ર પર, તો જૂનાગઢ ગ્રામ્યમાં ખંડણી માટે ફાયરીંગ..

શું આ લાઠીધારી ગાંઘીનું ગુજરાત છે કે ગનધારી ગુંડાઓનું ગુજરાત છે…? આજે સામે આવેલી ઘટનાઓ પર નજર કરવામાં આવે તો આ સવાલ થવો લાજમી લાગે છે. જી હા, ગુજરાતમાં બે અલગ અલગ જગ્યાએ ફાયરીંગની ઘટના સામે આવી છે. ઘટનાઓ પર થી ખરેખર પ્રતિત થઇ રહ્યું છે કે આ અહિંસાનાં પુજારી મહાત્મા ગાંધીનું ગુજરાત તો નથી જ, […]

Gujarat Others

શું આ લાઠીધારી ગાંઘીનું ગુજરાત છે કે ગનધારી ગુંડાઓનું ગુજરાત છે…? આજે સામે આવેલી ઘટનાઓ પર નજર કરવામાં આવે તો આ સવાલ થવો લાજમી લાગે છે. જી હા, ગુજરાતમાં બે અલગ અલગ જગ્યાએ ફાયરીંગની ઘટના સામે આવી છે. ઘટનાઓ પર થી ખરેખર પ્રતિત થઇ રહ્યું છે કે આ અહિંસાનાં પુજારી મહાત્મા ગાંધીનું ગુજરાત તો નથી જ, નહીંતર સાવ આવુ ન હોય.

બિહારની તર્જ પર જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે ફાયરીંગની ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી રહી છે. અને ફાયરીંગની ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયાનું સામે આવે છે, જો કે તમામ ઇજાગ્રસ્તોને જુનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયરીંગ થવાનું કારણ દર્શાવે છે કે, ગુજરાતનું યુપી-બિહારી કરણ થઇ રહ્યું છે.

જી હા, ફાયરીંગની ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ ખંડણી માટે ફાયરિંગ હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરિંગમા ઝાપોદડના જ માથાભારે તત્વોનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. રહિમ ઉર્ફે ખુરિ તેમજ પોલાએ ફાયરીંગ કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બનેં ફાયરીંગ કરનાર હાલ ફરાર થઇ જાવ પામ્યા છે. અને પોલીસે બને લુખ્ખાઓની શોધખોળ આદરી છે.

બીજી ફાયરીંગની ઘટના સુરેન્દ્રનગરમાંથી પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગરમાં પિતા અને પુત્ર પર ફાયરિંગની ઘટના ઘટી છે. ધ્રાંગધ્રાના જીવા ગામે અજાણ્યા શખ્સોએ પિતા-પુત્રને નીશાનો બનાવી ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ઇજાગ્રસ્તોને પતિ-પુત્ર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે આ કિસ્સામાં પણ અજાણ્યા બે થી ત્રણ શખ્સો ફાયરિંગ કરી નાશી છૂટયા હોવાની માહિતી સામે આવી રહી છે. જમીન બાબતનું મનદુઃખ રાખી ફાયરિંગ થયું હોવાની આશંકા છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews