Not Set/ અમદાવાદ : વટવામાં એક જ પરિવારનાં બે ભાઈઓએ બાળકો સાથે કર્યો આપઘાત,

અમદાવાદ શહેરમાં વટવા નજીક સામુહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વટવા વિસ્તારમાંથી એક જ પરિવારનાં 6 વ્યક્તિઓએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. વિંઝોલ વિસ્તારની પ્રયોસા રેસિડેન્સીમાં બે સગા ભાઈઓએ બાળકો સાથે આપઘાત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં વટવા નજીક સામુહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વટવા વિસ્તારમાંથી એક જ પરિવારનાં 6 વ્યક્તિઓએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. વિંઝોલ વિસ્તારની પ્રયોસા રેસિડેન્સીમાં બે સગા ભાઈઓએ બાળકો સાથે આપઘાત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે.

હાલ કેમ આપઘાત કર્યો તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.