Not Set/ ગાંધીનગર/ સચિવાલયમાં ક્લાસ 1 અધિકારીને થયો કોરોના

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિનપ્રતિ દિન આ સંક્રમણની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યાં ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાસ 1 અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વહીવટ વિભાગની પ્રોટોકોલ બ્રાન્ચના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો […]

Uncategorized

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિનપ્રતિ દિન આ સંક્રમણની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યાં ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાસ 1 અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વહીવટ વિભાગની પ્રોટોકોલ બ્રાન્ચના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 655 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 27 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27317 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1664 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19357 દર્દી સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.