જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીનાં 54 લોકો કોરોના વાયરસ સંક્રમણનાં ઝપટમાં આવી ગયા છે, જ્યારે કોવિડ-19 થી એકનું મોત નીપજ્યું છે. કર્મચારીઓનાં કોરોના સંક્રમણને પગલે કંપનીએ અરબી સમુદ્રમાં તેના બે ઓઇલ રિગોમાં કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરી દીધી છે, જોકે આનાથી તેલ અને ગેસનાં ઉત્પાદનમાં કોઈ અસર થઈ નથી. જણાવી દઇએ કે, તેલ કાઠવા માટે ધરતીમાં ઉંડુ ખાડો કરવા માટે ઓઇલ રિગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના ચેપનાં પગલે અને તેના એક કર્મચારીનાં મોત બાદ કંપનીએ પોતાના મુખ્ય તેલ ફિલ્ડ મુંબઈ હાઈ અને પશ્ચિમ કાંઠે સ્થિત બસઈમાં બે ઓઇલ રિગોને અથ્યાઈરૂપથી બંધ કરી દીધા છે. અધિકારીનાં જણાવ્યા મુજબ આ રિગો બંધ થવાથી તેલ અને ગેસનાં ઉત્પાદન પર કોઈ અસર થશે નહીં. ઓએનજીસી દરરોજ મુંબઇ હાઈથી 1,70,000 બેરલ ક્રૂડ ઓઇલ અને 12 મેટ્રિક મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન પહેલાની જેમ ચાલુ રાખશે.
આવી જ રીતે, પશ્ચિમ કાંઠે સ્થિત બસઈથી 60,000 બેરલ ક્રૂડ ઓઇલ અને 32 મેટ્રિક મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન ચાલુ રહેશે. જણાવી દઇએ કે, મુંબઇ હાઈ અને બસઈ ભારતનાં મોટા તેલ ઉત્પાદક પ્રદેશોમાં શામેલ છે, જ્યાંથી દેશનાં લગભગ બે તૃતીયાંશ તેલ અને ગેસ મેળવવામાં આવે છે. ઓએનજીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કામદારોને કોરોના વાયરસનાં ચેપથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, ઓઇલ રિગો બંધ થવાથી અમારી સેવાઓ પર કોઈ અસર પડી નથી અને ઉત્પાદનનું સ્તર પહેલાની જેમ જળવાઈ રહ્યું છે. કંપની તેના કર્મચારીઓની તપાસ માટે કડક નિયમોનું પાલન કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
