Not Set/ દેહગામ શહેર અને બોટાદ જીલ્લામાં કોરોના પોઝિટિવનાં 3 – 3 કેસ આવતા ફફડાટ

લોકડાઉન હવે નહીવત જેવું જ રહ્યું છે, અનલોકમાં લોકો ખુશ છે પણ ચિંતિત પણ જોવામા આવી રહ્યા છે અને તેનું કારણ છે અવિરત રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ. આજે ફરી દેહગામ શહેર અને બોટાદ જીલ્લામાં નવા ત્રણ – ત્રણ કેસ સામે આવતા આ વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.  દહેગામ […]

Gujarat Others

લોકડાઉન હવે નહીવત જેવું જ રહ્યું છે, અનલોકમાં લોકો ખુશ છે પણ ચિંતિત પણ જોવામા આવી રહ્યા છે અને તેનું કારણ છે અવિરત રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ. આજે ફરી દેહગામ શહેર અને બોટાદ જીલ્લામાં નવા ત્રણ – ત્રણ કેસ સામે આવતા આ વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. 

દહેગામ શહેરમાં વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેેમા નહેરૂ સોસાયટીમાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સાથે જ શિવનગર સોસાયટીમાં રહેતા પુરૂષને કોરોના પોઝિટિવ નોંધવામં આવ્યો છે. વળી ખોખર વાસમાં 7 વર્ષના બાળકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ જોવામાં આવી રહયો છે. 

બોટાદ જિલ્લામાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવતા વાતાવરણ ચિંતિત જોવામાં આવી રહ્યું છે. બોટાદનાં બરવાળા શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. તો ગઢડાના રોજમાળ ગામે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ જીલ્લામાં આજે 3 પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધી જિલ્લામાં 79 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews