ગુજરાતનાં મહાનગર અને મેટ્રોએ શુક્રવારને જાણે આતંકીત રીતે આમંત્રણ્યો હોય તેવી રીતે દિલ્હી દરવાજા વિસ્તારમાં ફાયરીંગ અને ખાનપુરમાં બે જુથો વચ્ચે પથ્થરમારોની ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અમદાવાદ અનેક રીતે પ્રખ્યાત છે, તો સાથે સાથે ક્રાઇમ માટે પણ અમદાવાદ કુખ્યાત છે જ.
વાત કરવામાં આવે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં થયેલા ફાયરીંગની, તો રૂપિયાની લેવડ-દેવડમાં કિન્નર દ્રારા આ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવે છે. જો કે, પોલીસે ફાયરીંગ કરનાર કિન્નરની ધરપકડ કરી લીધી છે, પરંતુ ફાયરીંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કિન્નર દ્રારા આ ફાયરીંગ કરવામાં આવ્યું હોય, ક્રાઇમ બ્રાંચની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બીજા કિસ્સામાં અમદાવાદનાં ખાનપુરમાં બે જુથો વચ્ચે પથ્થરમારો થયાની ઘટના પ્રકાશમાં આવે છે. શાહપુરનાં ખાનપુરમાં આવેલા ભીલવાસ નજીક સામાન્ય બાબતમાં બે જુથ બાખળી પડ્યા હોય અને બને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવી જ ઘટનાઓ જે નાની દેખાતી હોય તેને અમદાવાદમાં શાંતીનાં વાતવરણને ભૂતકાળમાં પણ અનેક વખત ડહોળ્યુ હોવાનું અને બાદમાં મોટું સ્વરુપ ધારણ કર્યાનું વિદિત છે ત્યારે પોલીસે પથ્થરમારો કરનાર શખ્સોની તુરંતમાં અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
