Not Set/ જામનગર/ સવારે 8 કેસ પોઝિટિવ આવ્યા બાદ, ફરી એક સરકારી કર્મચારી ચડ્યા કોરોનાની ઝપેટમાં

જામનગરમાં કોરોના સંક્રમણ વકર્યુ હોવાનું અને બેફામ બન્યાનું સામે આવી રહ્યું છે. જી હા, આજે સવાર સુધીમાં તો જામનગર જીલ્લામાં કોરોનાનાં નવા 8 પોઝિટિવ કેસ નોંધવામાં આવી ચૂક્યા હતા. સામે આવેલા 8 નવા કેસમાં જામનગર શહેરમાં કોરોના 5 કેસ પોઝિટિવ આવ્યા છે, તો જામનગરનાં ધ્રોલમાં 2 અને કાલાવડમાં 1 કેસ કોરોના પોઝિટિવ આવતા ગ્રામ્યમાં પણ કોરોનાનો પ્રસરવ વઘતો નોંધવામાં આવી રહ્યો […]

Gujarat Others

જામનગરમાં કોરોના સંક્રમણ વકર્યુ હોવાનું અને બેફામ બન્યાનું સામે આવી રહ્યું છે. જી હા, આજે સવાર સુધીમાં તો જામનગર જીલ્લામાં કોરોનાનાં નવા 8 પોઝિટિવ કેસ નોંધવામાં આવી ચૂક્યા હતા. સામે આવેલા 8 નવા કેસમાં જામનગર શહેરમાં કોરોના 5 કેસ પોઝિટિવ આવ્યા છે, તો જામનગરનાં ધ્રોલમાં 2 અને કાલાવડમાં 1 કેસ કોરોના પોઝિટિવ આવતા ગ્રામ્યમાં પણ કોરોનાનો પ્રસરવ વઘતો નોંધવામાં આવી રહ્યો હતો. ત્યાં ફરી એક વાર કોરોનાનો કહેર સામે આવી રહ્યો છે

 જી હા, જામનગરનાં વધુ એક સરકારી કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જોવામાં આવી રહ્યું છે. જામનગરનાં  શિક્ષણ વિભાગનાં નાયબ ચીટનીશનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિનિયર કલાર્કને પણ કોરોના પોઝિટિવ આવતા  શિક્ષણ વિભાગમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જામનગર જીલ્લામાં કોરોનાનુ વધતુ સંક્રમણ તંત્ર માટે ચિંતાનો વિષય અને માથાનો દુખાવો બનતું જાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews