Not Set/ અકસ્માત/ થરાદ – સાચોર હાઇવે પર અકસ્માતમાં ભાઇ-બહેનનાં કમકમાટી ભર્યા મોત

આજે ગુજરાત માટે અકસ્માત બાબતે કાળો દિવસ સાબિત થયો હોય તેમ સ્કૂટર અને બાઇક અને બાઇક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 5 લોકોના મોત નીપજ્યાનુ સામે આવી રહ્યું છે. આબુ રોડ પર સ્કૂટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતે 3 ભોગ લીધા છે, તો બનાસ જીલ્લામાં બાઇક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતોમાં 2 લોકોનાં મોત […]

Gujarat Others

આજે ગુજરાત માટે અકસ્માત બાબતે કાળો દિવસ સાબિત થયો હોય તેમ સ્કૂટર અને બાઇક અને બાઇક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 5 લોકોના મોત નીપજ્યાનુ સામે આવી રહ્યું છે. આબુ રોડ પર સ્કૂટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતે 3 ભોગ લીધા છે, તો બનાસ જીલ્લામાં બાઇક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતોમાં 2 લોકોનાં મોત નીપજ્યા છે. 

જી હા, બનાસકાંઠા જીલ્લાનાં થરાદ – સાચોર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ભાઈ-બહેનનું મોત નીપજ્યાનાં સમચારથી આખા વિસ્તારમાં દુખની લાગણી પ્રસરી જોવા પામી છે. મરણજનાર ભાઈ-બહેન થરાદના વખાર વાસના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે.  ભાઈ-બહેન રાજસ્થાનથી પરત આવતા સમયે આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસન ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews