દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ લોનનાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ટૂંકા ગાળાનાં એમસીએલઆર દર 0.05 ટકાથી 0.10 ટકા ઘટી ગઇ છે. હવે એસબીઆઈ દર 6.65 ટકા પર આવી ગયો છે. બેંકનો દાવો છે કે તેમના એમસીએલઆર દરો હાલમાં દેશમાં સૌથી ઓછા છે. આ નવા દરો 10 જુલાઈથી લાગુ થશે.
હવે ગ્રાહકોને 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાની લોન પર એમસીએલઆર હેઠળનાં માસિક હપ્તામાં આશરે 421 રૂપિયા ઘટાડો થશે. એ જ રીતે, ઇબીઆર અને આરએલએલઆર હેઠળનાં માસિક હપ્તામાં રૂ.660 નો ઘટાડો થઇ જશે, પરંતુ આ લાભ ફક્ત નવા ગ્રાહકોની સાથે સાથે માત્ર તતે ગ્રાહકોને મળશે જેણે એપ્રિલ 2016 બાદ લોક લીધી છે. કારણ કે તે પહેલાં લોન આપવા માટે નિર્ધારિત ન્યૂનતમ દરને બેઝ રેટ કહેવામાં આવતો હતો. એટલે કે, બેંકો ઓછા દરે લોન આપી શકતી નહોતી. એસબીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમસીએલઆરમાં આ ઘટાડો ત્રણ મહિના સુધીની લોન પર લાગુ રહેશે. તેનો હેતુ લોન લેવા અને માંગને વેગ આપવાનો છે. એમસીએલઆરમાં આ ઘટાડા પછી, ત્રણ મહિનાનાં સમયગાળા માટે લોન પર બેંકનો વ્યાજ દર વાર્ષિક ઘટીને 6.65 ટકા પર આવશે. આ દર બેંકનાં બાહ્ય બેંચમાર્ક આધારિત વ્યાજ દર (EBLR) ની બરાબર છે.
આ પહેલા 10 જૂને એસબીઆઈનાં એમસીએલઆર દર 0.25 ટકા ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો હતો .22 મે નાં રોજ રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરાયો હતો. આ પછી, પંજાબ નેશનલ બેન્ક, બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકે રેપો અને એમસીએલઆરથી સંબંધિત તેમના લોનનાં દરમાં ઘટાડો કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
