Not Set/ નવસારી/ સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષક સામે પોસ્કો સહિતની કલમ સાથે ગુનોદાખલ

  નડિયાદ તાલુકાના પીપલગ ખાતે આવેલ યુરોકીડ્સ સ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર એકલતાનો લાભ લઇ વર્ગ શિક્ષકે જાતીય અત્યાચાર ગુજારતા શિક્ષક સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ અંગે કિશોરીની માતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે એ નરાધમ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જાતીય અત્યાચાર તથા પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ […]

Gujarat Others
 

નડિયાદ તાલુકાના પીપલગ ખાતે આવેલ યુરોકીડ્સ સ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર એકલતાનો લાભ લઇ વર્ગ શિક્ષકે જાતીય અત્યાચાર ગુજારતા શિક્ષક સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ અંગે કિશોરીની માતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે એ નરાધમ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જાતીય અત્યાચાર તથા પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સામે આવી રહેલી વિગતો મુજબ, વસો તાલુકાના કરોલી ગામમાં રહેતા મનીષ પાઉલભાઇ પરમાર પીપલગ ખાતે આવેલ યુરોકીડ્સ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ધો.૯માં વર્ગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દરમ્યાન ગત સપ્ટેમ્બર ૨૦૧૯માં શાળામાં પોતાના વર્ગમાં અભ્યાસ કરતી એક કિશોરીને કમ્પાઉન્ડમાંથી બીજામાળે પોતાના વર્ગખંડમાં બોલાવી હતી. તેને નાસ્તો ચેક કરવાનું જણાવી નાસ્તાનો ડબ્બો ચેક કર્યો હતો.

ત્યારબાદ એક ચાવી મળી હતી તે બતાવી કહેલ કે આ ચાવી તારી છે? તેમ કહી હાથ પકડી વર્ગખંડની બાજુમાં આવેલ ટોયલેટમાં લઇ ગયો હતો. જયાં તુ મને બહુ જ ગમે છે તેમ કહી તેની સાથે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.  આ બનાવની જાણ કિશોરીએ પોતાના માતા-પિતાને જણાવી હતી.

પરંતુ માર્ચ માસમાં આવેલ લોકડાઉનના કારણે સ્કુલો બંધ હોવાથી તેઓએ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દરમ્યાન રવિવારે કિશોરીના માતાપિતા નડિયાદ રૂરલ પોલીસ મથકે ગયા હતા અને પી.આઇ. ડી.જે.સોસાને વર્ગશિક્ષકે પોતાની દિકરી સાથે કરેલ જાતીય અત્યાચારની જાણ કરી હતી. પોલીસે કિશોરીને બોલાવી પુછપરછ કરી શાળામાં જઇ પંચનામું કર્યું હતું. દરમ્યાન કિશોરીની માતાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલપોલીસે આ નરાધમ શિક્ષક મનિષ પરમાર વિરૂદ્ધ ઇપીકો કલમ ૩૭૬, પોસ્કો એક્ટ ૩,૪,૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. ડી.જે.સોસા હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews