અમેરિકામાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. અહીં આ રોગચાળાથી મૃત્યુઆંક 1 લાખ 40 હજારને વટાવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને હવે દર ચાર દિવસે ત્રણ લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 63 હજારથી વધુ કેસ નોંધાયા છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, છેલ્લા 24 કલાકમાં યુએસમાં 63872 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 37 લાખને વટાવી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુનો આંકડો 1.40 લાખને પાર કરી ગયો છે. યુ.એસ. માં લોકડાઉનના નિયમોમા જ્યારથી ઢીલા આપવામા આવી છે, ત્યારથી કોરોના કેસોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. જોકે, મોતનો આંકડો થોડોક નીચે આવી ગયો છે. હવે અમેરિકામાં એક અઠવાડિયામાં પાંચ હજાર લોકો માર્યા ગયા છે, તે પહેલાં એવો સમય હતો જ્યાં રોજ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હતા.
બીજી બાજુ, વધતા પરીક્ષણ અને છૂટછાટને કારણે, કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક દિવસોમાં આ આંકડો 70 હજારને પાર કરી ગયો છે. અમેરિકા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, હવે ફ્લોરિડા રાજ્યમાં દરરોજ 20 હજાર કેસ નોંધાય છે.
જો આપણે આખી દુનિયાની વાત કરીએ તો વિશ્વમાં કોરોના વાયરસના 1.40 મિલિયન કેસ નોંધાયા છે. જ્યારે 6 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને બ્રાઝિલ એવા રાજ્યો છે જ્યાં દરરોજ ટોટલ લગભગ ડોઢ લાખ કેસ સામે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
