કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવે મધ્ય એશિયાના દેશના સૌથી મોટા શહેર અલ્માટી અને પશ્ચિમી માંગ્યસ્તાઉ પ્રાંતમાં બે સપ્તાહની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમના દેશના બે સૌથી મોટા શહેરોમાં ગંભીર અસ્થિરતાના લીધે કટોકટીની સ્થિતિ જાહેર કર્યાના કલાકો પછી સરકારનું રાજીનામું સ્વીકાર્યું છે.
બુધવારે સવારે માહિતી આપતા, રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે કાસિમ-જોમાર્ટ ટોકાયવે અલીખાન સ્મિલોવને કાર્યકારી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. સ્મિલોવ અગાઉ કઝાકિસ્તાનના નાયબ વડા પ્રધાન હતા. દેશના વધેલા ઇંધણના ભાવો સામેના વિરોધો ટૂંક સમયમાં દેશના તમામ ભાગોમાં ફેલાઈ ગયો, કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીથી આવતા વિડિયો ફૂટેજમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યું હતું
Үкімет өз өкілеттігінің аясында елдегі тұрақтылықты қамтамасыз ету мақсатымен Маңғыстау облысында сұйытылған газ бағасының әр литрін 50 теңгеге дейін төмендету туралы шешім қабылдады.
— Qasym-Jomart Toqayev (@TokayevKZ) January 4, 2022
પોલીસે ટોળા પર દમનગીરી કરતા ટોળુ બેકાબૂ થયો હતો અને પાલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણના દશ્ય સર્જાયા હતા,સરકારના વિરોધમાં 5 હજારથી વધુ લોકો હાજર હતી ,આ લોકોએ અલ્માટીમાં પોલીસની કારને આગ લગાડવામાં આવી હોવાના અપ્રમાણિત અહેવાલો પણ મળ્યા હતા.કઝાકિસ્તાનના અન્ય શહેરોમાં, વિરોધીઓને સબ-ઝીરો તાપમાનમાં સુરક્ષા દળો સાથે લડતા દર્શાવવામાં આવ્યા છે. વિરોધીઓના વધતા દબાણને જોતા, ત્યાંના સ્થાનિક વહીવટીતંત્રે દેશના મોટા ભાગોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને કેટલીક મેસેજિંગ એપ્સને પણ બ્લોક કરી દીધી છે.
