Not Set/ સુરતનાં વધુ એક ભાજપનાં ધારાસભ્યનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી, મોદી પરિવાર કોરેન્ટાઇન

 કોરોનાનો કહેર સુરત પર હાલ વિશેષ રીતે ઉતરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સુરત અને આસપાસના અનેક ધારાસભ્યો પણ કોરોનાની કારમી થપેટમાં આવી ગયાની જાણકારી વિદિત છે, ત્યારે ફરી એક વાર સુરતનાં વધુ એક ઘારાસભ્યનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. જી હા, સુરતથી કોરોના સંક્રમણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.   […]

Gujarat Surat

 
કોરોનાનો કહેર સુરત પર હાલ વિશેષ રીતે ઉતરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સુરત અને આસપાસના અનેક ધારાસભ્યો પણ કોરોનાની કારમી થપેટમાં આવી ગયાની જાણકારી વિદિત છે, ત્યારે ફરી એક વાર સુરતનાં વધુ એક ઘારાસભ્યનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. જી હા, સુરતથી કોરોના સંક્રમણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.  
સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો પરિવાર કોરોના સંક્રમિત હોવાની વિગતો સામે આવતા રાજકીય વર્તુળમા ખડભડાટ જોવામાં આવી રહ્યો છે. ધારાસભ્યનાં મોટાભાઇ દીપક મોદી અને નાનાભાઇ નરેન્દ્ર મોદીને કોરોના પોઝિટિવ આવ્યો છે, સાથે સાથે ધારાસભ્યનાં બનેવી ધર્મેશ ગોદીવાલા, સાળા જીતેશ દલાલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો પરિવારમાં કોરોના સંક્રમિત નોંધવામાં આવતા ઘરના તમામ બાકી રહેલા સભ્યોને તકેદારીના ભાગ રુપે કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, કાલે સામે આવેલી વિગતો પ્રમાણે ગુજરાત ભાજપનાં બે ધારાસભ્યોને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આજે પૂર્ણેશ મોદી પરિવાર પર કોરોનાનાં હુમલાથી લોકોમા ભય પેસી ગયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews