Not Set/ વટવા GIDC પોલીસે દેહવેપારનો કર્યો પર્દાફાસ, હૈદરાબાદથી યુવતી લાવી કરાવાતો હતો દેહવેપાર

 અમદાવાદમાં વટવા જીઆઇડીસી પોલીસે રાજ્ય બહારથી અમદાવાદમાં યુવતીઓ લાવીને દેહવેપાર કરાવતા શખ્સની ધરપકડ કરી છે.  લગ્નની લાલચ આપીને યુવતીને અહિયા લાવી પહેલા પોતે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં દેહવેપાર સાથે જોડાયેલી મહિલાને યુવતી સોંપી દીધી હતી. અમદાવાદમાં રાજ્ય બહારથી યુવતીઓ લાવીને દેહવેપારનાં ધંધામાં ધકેલતી ગેંગનો પોલીસે પર્દાફાસ કરીને બે શખ્સોને ઝડપી લીધા છે. સમગ્ર મામલાની વાત […]

Ahmedabad Gujarat
 અમદાવાદમાં વટવા જીઆઇડીસી પોલીસે રાજ્ય બહારથી અમદાવાદમાં યુવતીઓ લાવીને દેહવેપાર કરાવતા શખ્સની ધરપકડ કરી છે.  લગ્નની લાલચ આપીને યુવતીને અહિયા લાવી પહેલા પોતે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં દેહવેપાર સાથે જોડાયેલી મહિલાને યુવતી સોંપી દીધી હતી.

અમદાવાદમાં રાજ્ય બહારથી યુવતીઓ લાવીને દેહવેપારનાં ધંધામાં ધકેલતી ગેંગનો પોલીસે પર્દાફાસ કરીને બે શખ્સોને ઝડપી લીધા છે. સમગ્ર મામલાની વાત કરીયે તો આરોપી સોનું કુરેશીએ હૈદરાબાદની યુવતીને લગ્ન કરવાનું કહીને અમદાવાદ લાવી અને પોતાની પત્નિ હોવા છતાં તેને ઘરમાં રાખીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ એટલુ જ નહી તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અલગ અલગ ગ્રાહકો પાસે દેહવેપાર માટે મોકલી આ ધંધામાં ધકેલી દીધી હતી. યુવતીને અલગ અલગ હોટલોમાં ગ્રાહકો પાસે મોકલવા માટે આરોપીએ રિક્ષાચાલક ફિરોજ અંસારીની મદદ પણ લીધી. અને તે બાદ સોનુ કુરેશીએ યુવતીને શહજાદી કુરેશીને સોંપી દીધી.

છેલ્લાં એક વર્ષથી યુવતીને અલગ અલગ જગ્યાઓએ શહજાદી રસુલ દ્વારા ગ્રાહકો પાસે મોકલવામાં આવતી હતી. બે દિવસ પહેલાં ફિરોજ અંસારી વટવા જીઆઇડીસી વિસ્તારમાં હોટેલમાં યુવતીને દેહવેપાર માટે રિક્ષામાં લાવતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે મુખ્ય આરોપી સહિત બે ઇસમોની અટકાયત કરી હતી. પુછપરછમાં સામે આવ્યુ કે છેલ્લાં ધણા સમયથી આ શખ્સો યુવતીઓને અમદાવાદ લાવીને દેહવેપારમાં ધકેલતા હતા. જેથી પોલીસે બન્ને આરોપીઓનાં કોરોનાં ટેસ્ટ કરાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

બે આરોપીઓ તો પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે.  પણ મહિલા આરોપી સુમન ઉર્ફે શહજાદી રસુલ જે હાટકેશ્વર વિસ્તારમાં રહે છે તેની શોધખોળ પોલીસે કરતા તેનાં ઘરમાં તાળા જોવા મળ્યા હતા. જેથી આરોપીને શોધવા પોલીસે કવાયત તેજ કરી હતી. મહિલા આરોપીની ધરપકડ બાદ પુછપરછમાં શહેરમાં ચાલતા દેહવેપારનાં મોટા ખુલાસા તેમજ અત્યાર સુધીમાં શહેરમાં અન્ય રાજ્યોમાંથી કેટલી યુવતીઓ દેહવેપાર માટે લવાઇ તે બાબતે ખુલાસા થશે ત્યારે જોવાનુ એ રહ્યુ કે મહિલા આરોપી ક્યારે પોલીસને હાથે લાગે છે.

ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ,  અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.