જે ગતી સાથે કોરોનાનો કહેર સુરત પર હાલ ઉતરી રહ્યો છે, તે જ ગતી જો થોડું લાંબુ ખેચી જાય તો સુરત બદસુરત બને તેવી વકી સેવવામાં આવી રહી છે. જી હા, લોકોમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ છે કે, સુરત પર ખતરો વધ્યો છે અને સતત વધી રહ્યો છે. આ વાતને આમ જોવામાં આવે તો કહી શકાય કે આડકતરી પુષ્ટી થઇ રહી છે, કરાણે કે આજે બપોર સુઘીમાં જ સુરતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 88 કેસ અને સુરત ગ્રામ્યમાં નવા 39 કેસ નોંધાયા હોવાનું સામે આવતા લોકોમાં ભય ગહન થતો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, અત્યાપ સુઘીમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ મળી ને કેસ 12395 થયા છે.
સુરત નવા હોટસ્પોટમાં કોરોનાના કેસ વધ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જી હા, રાંદેર અને અઠવા ઝોનમાં કોરોનાના કેસ વધ્યા છે. રવિવારે નોંધાયેલા કેસોમાં 50 ટકા કેસ આ 2 ઝોનમાં છે. રવિવારે શહેરમાં કોરોનાના 201 કેસ નોંધાયા હતા. 201 નવા કેસમાં રાંદેર ઝોનમાં 55 જ્યારે અઠવા ઝોનમાં 47 કેસ નોંધાયા છે. રાંદેર અને અઠવા ઝોનને લઇ તંત્રની ચિંતા વધી હોવાનુ સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
