Not Set/ સુરતીઓ હવે સ્વખર્ચે કરાવી શકશે કોરોના રેપિડ ટેસ્ટ, આટલો થશે ખર્ચ

ગુજરાતમાં હાલ કોરોના સંદર્ભે સુરત સૌથી ટોપ પર જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં કોરોનાએ માજા મુકી હોય તેવા કોરોના પોઝિટિવના આંકડા સામે આવી રહ્યા છે, ત્યારે કોરોનાનાં કહેરને ડામવા અને વધતા સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત કલેક્ટર દ્વાર મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, કોરોનાના કેર વચ્ચે શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા રેપીડ […]

Gujarat Surat

ગુજરાતમાં હાલ કોરોના સંદર્ભે સુરત સૌથી ટોપ પર જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં કોરોનાએ માજા મુકી હોય તેવા કોરોના પોઝિટિવના આંકડા સામે આવી રહ્યા છે, ત્યારે કોરોનાનાં કહેરને ડામવા અને વધતા સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત કલેક્ટર દ્વાર મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, કોરોનાના કેર વચ્ચે શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવામાં આવશે. તંત્ર દ્વારા 100 રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવાની જાહેરાત સુરત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. 

સુરતના તમામ નાગરીકોને આસાનીથી અને વિના વિલંબ કોરોનાનો રિપોર્ટ કરવી શકવાની સુવિધા સુલભ કરવાનાં હેતુથી 100 100 રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવામાં આવશે. નાગરિકો હવે 700 રૂ. માં પોતાની જાતે કોરોના ટેસ્ટ કરાવી શકશે. કલેક્ટરની અધ્યક્ષતામાં આજે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ બેઠકમાં ખાનગી તબીબો અને IMAના હોદ્દેદારો ફણ હાજર રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….