Not Set/ ગોધરા / બંધ મકાનમાંથી કરોડોની જૂની નોટો ઝડપાતા ચકચાર

બંધ મકાનમાંથી કરોડોની જૂની નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામ્યું છે. ગોધરા બી ડિવિઝન અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.જેમાં એટીએસ દ્વારા 4 કરોડ 76 લાખ ની બંધ થયેલ 500 અને 1000 ની નોટ ઝડપી પાડી હતી.. ગોધરાની મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા […]

Gujarat Others

બંધ મકાનમાંથી કરોડોની જૂની નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામ્યું છે. ગોધરા બી ડિવિઝન અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.જેમાં એટીએસ દ્વારા 4 કરોડ 76 લાખ ની બંધ થયેલ 500 અને 1000 ની નોટ ઝડપી પાડી હતી..

ગોધરાની મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે સોસાયટીમાંથી પકડાયેલી નોટો કરોડો રૂપિયાની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જૂની ચલણી નોટો એટલા મોટા પ્રમાણમાં હતી કે ગણવા બેન્કમાંથી પોલીસે કાઉન્ટીંગ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

500 અને રૂ.1000 ના દરની જૂની ચલણી નોટો હોવાની શકયતા સેવવામાં આવી રહી છે. જો કે નોટો આટલા મોટા પ્રમાણમાં આ મકાનમાં ક્યાંથી આવી. કોનું મકાન છે અને નોટો ક્યાંથી આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

 @ રવી ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews