પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાંજીપાણી ગામે ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીના અવસાનથી પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. 60 વર્ષીય વ્યક્તિ, 40 વર્ષીય વ્યક્તિ અને 4 વર્ષનો બાળક આ ઘટનાનો ભોગ બન્યો છે. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વહીવટીતંત્રે કાટમાળ હટાવવા કાર્યવાહી કરી હતી. અધિકારીઓના મતે મોડી રાત્રે આ ઘટના બની છે. ઘટના સમયે ચાર લોકો ઘરમાં હાજર હતા.
મકાન ધરાશાયી થયા બાદ ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. આસપાસના લોકોએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. પરંતુ કાટમાળમાં દબાયેલા અન્ય ત્રણ લોકો માર્યા ગયા હતા. તમામનું પોસ્ટમોર્ટમ કરાયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્રએ કાંજીપાણી ગામના જૂના મકાનો અંગે પહેલેથી જ નોટિસ ફટકારી હતી. આ પછી પણ મકાનો ખાલી કરાયા ન હતા. અકસ્માત બાદ હવે વહીવટીતંત્રે જર્જરિત મકાનમાં રહેતા લોકોને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. મકાન ન ધરાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
