રાજ્યમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિ દિન હત્યાના બનવામાં વધારો થઇ રહ્યો છે. આવામાં અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામ બે દિવસ પહેલા થયેલી એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ આ મામલે આરોપીની ઘરપકડ કરી હતી જે બાદ ક્રાઈમ બ્રાન્ચ સઘન પૂછપરછ બાદ આરોપી હત્યા પાછળનું કારણ બતાવ્યું હતું.
આરોપીએ જણાવ્યું કે, તે બાથરૂમમાં નાહતી દીકરીને જોઈ રહ્યો હતો. તે સમય બાળકીની માતા ત્યાં આવી પહોંચી અને આરોપીને ઠપકો આપવા લાગી હતી. જોકે આરોપીને ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયો હતો. અને ઘરમાંથી ધારીયુ લઇ આવી એક જ પરિવારના ત્રણ વ્યક્તિની ધારીયાના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક હત્યા.
આપને જણાવી દઈએ કે, પાડોશમાં રહેતા રાજુભાઈ ચમનભાઈ પટેલ નામના શખ્સે 75 વર્ષિય જસી બહેન પટેલ, 35 વર્ષની મહિલા સુમિત્રા બહેન અને સાત વર્ષની જીયા નામની બાળકીની કરપીણ હત્યા કરી હતી.
હત્યાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત ધોળકા રૂરલ પોલીસ કાફલો, ડીવાયએસપી, પીઆઈ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આરોપી રાજુભાઈ ચમનભાઈ પટેલને ગણતરીની મીનીટોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસે આરોપીને પકડીને તેની સઘન પુછપરછ કરતા માલુમ પડ્યું છે કે, આરોપી મૃતક મહિલાના પાડોશમાં રહેતો હતો. પાડોશમાં રહેતી દીકરી બાથરૂમમાં નાહી રહી હતી, તે સમયે આરોપી તે તરફ નજર રાખી રહ્યો હતો. જેથી આરોપીને મહિલાએ ઠપકો આપ્યો કે, મારી દીકરી નાહી રહી છે તું કેમ જોઈ રહ્યો છે? જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો અને ધારીયા વડે બાથરૂમમાં નાહી રહેલી મહિલા સહિત ત્રણ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
