મોડા મોડા પણ મેઘરાજા મહેરબાન થયા અને સર્જાયા નયનરમ્ય દ્રશ્યો તુરખેડાનાં ડુંગરો કે જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. છોટાઉદેપુર જીલ્લા મા મોડા મોડા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે પુર્વ પટ્ટીના ડુંગર વિસ્તારમા જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નજરના ના હટે તેવા દ્રશ્યો સર્જાયા છે
હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કિસને ફૂલ ફૂલ પે કિયા શ્રીંગાર હૈ : યે કોન ચિત્રકાર હૈ યે કોન ચિત્રકાર હૈ
ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ વિખેરે છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છોટા ઉદેપુર જીલ્લાના સૌથી છેવાડાના તુરખેડા ખાતે. કે જ્યા કુદરતે તમામ રંગોની રંગોળી બનાવીને ચકાચોંધ કરી દીધા છે, આ દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહી હતી અને જોયા પછી પણ હજુ આ દ્રશ્ય નજર સામેથી હટવાનું નામ જ નહતું લેતું. તુરખેડા ખાતેનું આ દ્રશ્ય જાણે સ્વપ્ન નગરીમાં આવી ગયા તેવો અહેસાસ કરાવતું હતું. અને આ જગ્યાએ જ રહેવાનુ જાણે મન થઈ આવ્યું હતું. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે 1967 માં આવેલી જીતેન્દ્રની ખૂબ જૂની હિન્દી ફિલ્મ બુંદ જો બન ગયી મોતીનું એક સુંદર ગીત યાદ આવી જાય છે.
હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કીસને ફૂલ ફૂલ પે કીયા શ્રીંગાર હૈ : યે કોન ચિત્રકાર હૈ, યે કોન ચિત્રકાર હૈ.
સુલેમાન ખત્રી મંતવ્ય ન્યુઝ, બોડેલી છોટાઉદેપુર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન