Not Set/ જામનગર પોલીસ હેડકવાર્ટરમાં જ પોલીસમેને પત્ની સહિત કર્યો આપઘાત

જામનગર પોલીસ હેડકવાર્ટરમાં પોલીસમેન દ્વારા પત્ની સાથે આપઘાત કરી લેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જામનગરના પંચ બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ તેની પત્ની સાથે આપઘાત કર્યો છે. રહસ્યમય હાલતમાં પોલીસકર્મીએ તેની પત્નીનાં મૃતદેહ મળ્યા હોવાનાં કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર છે. પ્રાથમીક તપાસમાં અત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, […]

Gujarat Others

જામનગર પોલીસ હેડકવાર્ટરમાં પોલીસમેન દ્વારા પત્ની સાથે આપઘાત કરી લેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જામનગરના પંચ બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ તેની પત્ની સાથે આપઘાત કર્યો છે. રહસ્યમય હાલતમાં પોલીસકર્મીએ તેની પત્નીનાં મૃતદેહ મળ્યા હોવાનાં કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર છે. પ્રાથમીક તપાસમાં અત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસે મીડિયાને ઘટના સ્થળ પર અને હેડ કવાર્ટર પ્રવેશતા અટકાવ્યા હતા. મૃતક દંપતીનો માત્ર ચાર માસનો બાળક જીવિત રહ્યો છે. માસૂમ બાળકે એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોવથી સમગ્ર શહેર અને ખાસ કરીને પોલીસ બેડામાં દુખનું મોજુ પ્રસરી જવા પામ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews