રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘની 3 બેઠકની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ચૂક્યા છે અને પરિણામોમાં સંધનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાકેચા જૂથે બાજી મારી લીધી છે. જી હા, જાહેર થયેલા 3 બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામોમાં તમામ 3 બેઠક પર નીતિન ઢાંકેચા જૂથના ઉમેદવારની જીત થઇ છે. આપને જણાવી દઇએ કે, કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને બાકીની 3 બેઠક માટે સહમતી ન શધાતા ગઈકાલે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, હંમેશની જેમ આ વખતે પણ રાજકોટ – લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘની 16 બેઠકની ચૂંટણીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમ કર્યું હતુ અને ફરી એક વખત ભાજપનાં જ બે જૂથ સામે સામે જોવામાં આવ્યા હતા. સંધનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને રાજકોટનાં MLA અરવિંદ રૈયાણી જૂથમાંથી કોણ બાજી મારશે તેના પર સૌ ની મીટ હતી.

ગુજરાતનાં અન્ન અને પુરવઠામંત્રી જયેશ રાદડીયાની મધ્યસ્થીથી બને જૂથો વચ્ચે બેઠકની 11 : 5 પ્રમાણે વહેંચણી કરી સમાધાન કારી વલણ અપનાવી સંધની ચૂંટણી સમરસ બનાવવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ ઉતાર-ચડાવ બાદ પણ 16માંથી 3 બેઠકોના સોગઠા સરખા ન બેસ્યા હોય તેવુ ત્યારે પ્રતિત થયુ જ્યારે 3 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી અને પરિણામોમાં હંમેશ પ્રમાણે નીતિન ઢાંકેચા જૂથનો હાથ ઉપર જોવામાં આવ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
