ગુજરાત પર કોરોનાનું કાળુ સામ્રાજ્ય હજુ જૈસે થે જ જોવામાં આવી રહ્યું છે. અલગ વાત છે કે સંક્રમણ હવે મેગા કે મહાનગરો પૂરતુ સિમીત ન રહેતા રાજ્યનાં ખુણે ખુણે ફેલાઇ રહ્યું છે. જી હા, અને તે પણ સામે આવી રહ્યું છે કે, કોરોનાનાં સામેની લડાઇમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓ અને તે પણ ઉચ્ચ હોદ્દા પરથી કોરોના સામેની લડાઇમાં એક્ટિવ અધિકારીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. આવા જ એક સમાચાર ખેડબ્રહ્માથી સામે આવી રહ્યા છે.
જી હા, ખેડબ્રહ્મા નગર પાલિકાનાં ચીફ ઓફિસરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, ફક્ત ચિફ ઓફિસર જ નહી પણ ચિફ ઓફિસર સહિત ત્રણ બીજા કર્મચારીઓને કોરોના પણ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કારણે ખેડબ્રહ્મા નગરપાલિકા કચેરીનુ કામકાજ 6 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ચિફ ઓફિસર સહિત ત્રણ કર્મચારીઓને હોમ કોરોન્ટાઈન કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
