Not Set/ મારી કોઈ જ અટકાયત કરવામાં આવી નથી આ માત્ર મને બદનામ કરવાનું કાવતરું છે : જાણીતા ભજનિક હેમંત ચૌહાણ

  સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે આ મામલે ખુલાસો કરવા આજે ભજનિક હેમંત ચૌહાણે તેના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઈ પણ અરજી કે ફરિયાદના અનુસંધાને મારી ધરપકડ થઈ નથી. આવા સમાચારો ભાવિન […]

Gujarat Rajkot
 

સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે આ મામલે ખુલાસો કરવા આજે ભજનિક હેમંત ચૌહાણે તેના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.

હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઈ પણ અરજી કે ફરિયાદના અનુસંધાને મારી ધરપકડ થઈ નથી. આવા સમાચારો ભાવિન રસીક ખખ્ખરે ઈરાદાપૂર્વક મને બદનામ કરવા અને હેરાન કરવાના હેતુથી ફેલાવ્યાં હતા. જ્યારે ઓડિયો ક્લીપમાં અપશબ્દ બોલવા મુદ્દે વાત કરવામાં આવી તો હેમંત ચૌહાણે આડ અવળા જવાબ આપ્યા હતા.

હેમંત ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે અમે માનહાનિ તેમજ કાયદા મુજબની કાર્યવાહી કરીશું. ભાવિન ખખ્ખર સામે મારે કોઈ પણ પ્રકારનો ધંધાકીય વ્યવહાર નથી કે કોઈ કરાર થયેલો નથી. તેમ છતાં તેમના પિતા રસીક ખખ્ખર સમયના જૂના કેસના આધારે હાલ ભાવિન ખખ્ખર થોડા થોડા સમયે અમને ખરાબ ચિતરવા પ્રયાસ કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે હાલમાં સોશિયલ મીડિયામાં ખોટી વાત ફેલાવી હોવાની મને પુરી શંકા છે.

ધ્રુવ કુંડેલ રાજકોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.