સુરત પહેલેથી અલગ કરવા માટે ઓળખાય છે ત્યારે જેવું નામ તેવું કામ. કેટલાક લોકો પોતાના નામને સાચા અર્થમાં સાર્થક કરતાં હોય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે સુરતની એક દીકરીએ. માત્ર 11 વર્ષની ઉંમરે સુરતમાં રહેતી સિદ્ધિ પટેલે મોટી સિદ્ધિ મેળવી છે.સિદ્ધિએ 210 જેટલા પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઉંચામાં ઉંચો પિરામિડ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે….
પહેલાં તેણે પ્લાસ્ટિકના 23 ફ્લોર બનાવ્યા હતા, 15 ફ્લોર પછી એવું થતું હતું કે હવાના કારણે, શ્વાસોશ્વાસને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે પ્લાસ્ટિકના પિરામિડ બનતા રહી જતો હતો. સમય જતાં તેણીએ માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કિલ વધતી ગઈ અને તેણીએ પિરામિડ બનાવવામાં વધુ ક્લિયરીટી અને ચોક્સાઈ રાખી.ધીરે ધીરે તેણીએ જોયું કે આ પિરામિડ બનાવવા બ્રિધીંગ કન્ટ્રોલ બહુ જરૂરી છે એટલે તેણી બ્રિધીંગ ટેક્નિક ડેવલપ કરી. એપ્રિલ મહિનામાં ગુજરાત સરકાર તરફથી કોવિડ 19માં બે મિનિટની ઇનોવેટિવ વિડીયો કોમ્પિટિશન રાખવામાં આવી હતી. જેમાં સિદ્ધિએ આખા ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
દરેક બાળકમાં સર્જન શક્તિ રહેલી હોય છે જરૂર છે તેને શોધવાની અને નિખારવાની. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી નાનકડી સિદ્ધિએ આ સિદ્ધિ મેળવી સાબિત કરી દીધું કે સફળતા માટે ઉંમર નહિ પણ મજબૂત મનોબળ જરૂરી છે.માતા એ પણ જણાવ્યું કે દીકરી ને સપોર્ટ કર્યો હજુ પણ વધુ રેકોર્ડ કરે તે માટે પ્રયત્નો કરીશું.
ધ્રુવ સોમપુરા, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
