Not Set/ રાજકોટ/ તમામ દર્દીઓના મૃત્યુ કોરોનાના કારણે નથી થતાં : Dy CM નીતિન પટેલ

રાજકોટમાં કોરોનાનું કાળચક્ર રોજને રોજ આંકડામાં વધારો પીસતું જોવામાં આવી રહ્યું છે. મંગળવારનાં આંકડા જોવામાં આવે તો, મંગળવારે રાજકોટમાં કોરોનાનાં કારણે 30 દર્દીઓનાં મોત થયાનું નોંધવામાં આવ્યું હતું. 30 મરણજનાર દર્દીઓમાં રાજકોટનાં 22, રાજકોટ ગ્રામ્યનાં 4 દર્દીનો સમાવેશ ત્યારે જીલ્લાનાં 4 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યાનું નોંધવામાં આવ્યું છે. રાજકોટમાં કોરોના કેસ અને ખાસ કરીને મોતનાં આંકડામાં વિસંગતતા મામલે પહેલા પણ […]

Gujarat Rajkot

રાજકોટમાં કોરોનાનું કાળચક્ર રોજને રોજ આંકડામાં વધારો પીસતું જોવામાં આવી રહ્યું છે. મંગળવારનાં આંકડા જોવામાં આવે તો, મંગળવારે રાજકોટમાં કોરોનાનાં કારણે 30 દર્દીઓનાં મોત થયાનું નોંધવામાં આવ્યું હતું. 30 મરણજનાર દર્દીઓમાં રાજકોટનાં 22, રાજકોટ ગ્રામ્યનાં 4 દર્દીનો સમાવેશ ત્યારે જીલ્લાનાં 4 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યાનું નોંધવામાં આવ્યું છે. રાજકોટમાં કોરોના કેસ અને ખાસ કરીને મોતનાં આંકડામાં વિસંગતતા મામલે પહેલા પણ અનેક વખત સરકાર અને તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અને સરકાર મોતમાં આંકડા છુપાવી રહી હોવાનાં આક્ષેપો હાલ પણ કરવામાં આવી રહ્યા છે.

કોરોના દર્દીઓના મૃત્યુ મામલે ગુજરાતનાં ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં જણાવવામા આવ્યું કે, રાજકોટ કે રાજ્યમાં કોઇ પણ જગ્યાએ તમામ દર્દીઓના મૃત્યુ કોરોનાના કારણે નથી થતાં. 60 થી 70 ટકા દર્દીઓના મૃત્યુના કારણ અન્ય રોગો હોય છે તે વાત વિદિત છે. રાજકોટમાં મોત મામલે ડેથ ઓડિટ કમિટી આજ બાબતની તપાસ કરે છે. તપાસમાં તમામ હકીકતો સામે આવી જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews