રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલનાં વાઇરલ વીડિયોએ ભારે વિવાદ અને કુતુહલ જગાવ્યું. સિવિલ હોસ્પિટલનો દર્દીને માર મારતો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર જોવામાં આવ્યો. PPE કીટ પહેરીને લોકો કોઇ યુવાનને મારી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્કો ચર્ચાતા જોવામાં આવ્યા. અનેક સવાલો પણ ઉઠ્યા કે, યુવકને હોસ્પિટલમા કેમ ઢોર માર મારવામાં આવ્યો અને વીડિયોમાં જે રીતે સામે જોવામાં આવી રહ્યું છે કે, દર્દી પર બેસીને PPE કીટ પહેરીને લોકો માર મારી રહ્યા છે, તો સાથે સાથે વિડીયોમાં દર્દી પાણી માંગી રહ્યો છે અને કહી રહ્યો છે કે, પાણી આપ અને મારી નાખો.
વાયરલ વીડિયો મામલે તપાસ થવી જરૂરી હોય તપાસ કરવામાં આવતા રાજકોટ સિવિલમાં દર્દીને માર મારવાનો વીડિયો 9 તારીખનો હોવાનું સામે આવ્યું. દર્દી માનસિક અસ્થિર હોવાનું તારણ પણ સામે આવ્યું. મહિલા નર્સિંગ સ્ટાફ સાથે આ માનસિક રીતે અસ્થિર યુવક દ્વારા અશ્લીલ હરકત કર્યાને કારણે યુવકને કાબુમાં લેવા બળપ્રયોગ કરાયો હોવાનું સામે આવ્યું.
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં વાયરલ વીડિયોનું સત્ય સામે આવ્યુ અને સિવીલ સુપ્રિટેન્ડેન્ટની સ્પષ્ટતા પણ આ મામલે સામે આવી છે. સિવીલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, દર્દી અનેક બિમારીઓથી પીડિત છે. દર્દી વ્યાકુળ બનતા સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિક્યોરિટીથી દર્દી ન સમજતા પોલીસ પણ બોલાવી પડી હતી. કોઈએ મજાક ઉડાડતા દર્દીએ તોફાન મચાવ્યુ હતું અને સમગ્ર ઘટના ક્રમે આકાર લીધો હતો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
