Not Set/ સુરત/ વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, પોલીસે બેની કરી ધરપકડ

સુરતમાં વ્યાજખોરોના આતંકને કારણે ગેરેજ માલીકે સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. વ્યાજના રૂ. 41 હજારની સામે 2 લાખની માંગણી કરવા પર ગેરેજ માલિક પરષોત્તમભાઇ ભારદ્વાજે આપઘાત કરી લીધો હતો. પોલીસે હવે સુસાઇડના આધારે બે આરોપીની ધરપકડ કરી છે. ચોકબજાર પોલીસે રમેશ રબારી અને દિનેશ રબારીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, સુસાઇડ નોટમાં […]

Gujarat Surat

સુરતમાં વ્યાજખોરોના આતંકને કારણે ગેરેજ માલીકે સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. વ્યાજના રૂ. 41 હજારની સામે 2 લાખની માંગણી કરવા પર ગેરેજ માલિક પરષોત્તમભાઇ ભારદ્વાજે આપઘાત કરી લીધો હતો. પોલીસે હવે સુસાઇડના આધારે બે આરોપીની ધરપકડ કરી છે.

ચોકબજાર પોલીસે રમેશ રબારી અને દિનેશ રબારીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ શખ્સો પરષોત્તમભાઇ પાસેથી વ્યાજે પૈસાની માંગ કરી રહ્યા હતા. તેની દુકાન પણ લઈ લીધી હતી. દુકાન પર છેલ્લા 17 મહિનાથી હક્ક જમાવ્યો હતો. આટલું જ નહીં પરષોત્તમભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પરષોત્તમભાઇના પુત્ર અમિતે રમેશ રબારી અને દિનેશ રબારી વિરુદ્ધ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તપાસ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો ધમકીનો ઉલ્લેખ

સાહેબ, રમેશભાઇ રબારી અને દિનેશભાઇ રબારી, મારી દુકાન વિઠ્ઠલનગર લમ્બોજ એપાર્ટમેન્ટમાં છે. ”પરષોત્તમભાઇએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. મેં આપીને એના 17 મહિનાના થઇ ગયા, દુકાનનું ભાડું ચૂકવ્યું નહીં. વેચો પણ નહીં. સાહેબ, તેઓ મને દુકાન વેચવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ તેઓને દુકાન નથી વેચવાની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.