હાથરસની ઘટનાએ દેશમાં ઘણી મહિલાઓ અને યુવતીઓને હવે રૌદ્રરૂપ ધારણ કરવાની જાણે શીખ આપી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. ત્યારે આવા માહોલ વચ્ચે એક બનાવ બન્યો અમદાવાદનાં ગોતા વિસ્તારમાં, જ્યાં એક રોડ સાઇડ રોમિયોની ધોલાઇ થઇ ગઇ. ગોતા વિસ્તારમાં એક સફાઇ કરવા માટે આવતો યુવક તેના મોબાઇલમાં જાહેરમાં કિશોરીઓનાં ફોટા પાડી રહ્યો હતો.
આ સમયે સ્થાનિક મહિલાઓને આ અંગેની જાણ થતા તેણે સફાઇકર્મી યુવકને અટકાવ્યો હતો. તે સમયે સફાઇકર્મી યુવકે ફોટો પાડવા માટે અટકાવતી મહિલા સામે બોલાચાલી શરૂ કરી દીધી. જે બાદ બંને મહિલાઓએ રૌદ્રરૂપ ધારણ કર્યું. આ બંને મહિલાએ યુવકનાં વાળ પકડીને તેને બરાબરનો મેથી પાક્યો ચખાડ્યો હતો. જે બાદ યુવક જમીન પર પડી ગયો તો પણ આ બંને યુવતીઓ અટકી ન હતી અને તેમણે યુવકને લાતો મારી હતી. હાલ તો સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
