Not Set/ આરોપીનાં રીમાન્ડ મંજૂર, જાણો રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડની સંપૂર્ણ વિગતો…

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ફરીથી રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ માત્ર કાળાબજારી સુધી સીમીત ન રહેલા નકલી ઈન્જેક્શન પણ હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટના નાના મવા રોડ પરથી ગત સપ્તાહે ફાર્મા પેઢી પરથી કોવિડની સારવારમાં વપરાતા ‘રેમડેશીવીર’ના 206 ઈંજેકશનનું કૌભાંડ પકડાયા બાદ રાજકોટમાં વધુ […]

Gujarat Rajkot

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ફરીથી રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ માત્ર કાળાબજારી સુધી સીમીત ન રહેલા નકલી ઈન્જેક્શન પણ હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટના નાના મવા રોડ પરથી ગત સપ્તાહે ફાર્મા પેઢી પરથી કોવિડની સારવારમાં વપરાતા ‘રેમડેશીવીર’ના 206 ઈંજેકશનનું કૌભાંડ પકડાયા બાદ રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ ખુલ્યા  અને અત્યાર સુધીમાં રાજકોટમાં ઇન્જેક્શન મામલે ચાર કેસ નોંધાયા છે. રાજકોટમાં ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં આનંદ ક્લિનિકના નામે 24 ઈન્જેક્શનનું બોગસ બિલ ન્યૂ આઈડિયલ ફાર્માએ બનાવ્યું હતું. પરંતુ આ ઘટનામાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં 24 નહીં પરંતુ 100થી વધુ ઈન્જેક્શનનું વેચાણ થયું છે. જેથી પરેશ ઝાલાવાડીયા, રજની ફળદુ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના મોટી ટાંકી ચોક પાસેથી ન્યુ આઈડલ એજન્સીના સંચાલક પરેશ લક્ષ્મણ ઝાલાવડીયા (રહે. સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસા.) તથા એમ.આર. રજનીકાંત પરસોતમ ફળદુ (રહે. સંસ્કાર એવન્યુ હાલ જિલ્લા જેલ)એ મળી કુલ 24 ઈંજેકશનો બારોબાર કાળાબજારમાં વેચી નાખ્યાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

રાજકોટની ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા બોગસ બિલ બનાવી ઇન્જેક્શન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ન્યુ આઈડિયલ ફાર્મા દ્વારા 24 ઇન્જેક્શન આનંદ કલીનીકના નામે બોગસ બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે થિયોસ બાદ ન્યુ આઈડિયલ ફાર્મા સામે ફરિયાદ નોંધી છે.

ન્યુ આઈડિયલ ફાર્માના માલિક પરેશ ઝાલાવડીયા અને MR રજની ફળદુ સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ન્યુ આડીયલ એજન્સીનું લાઇસન્સ રદ કર્યું છે. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે 24 નહીં પરંતુ 100થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનના બોગસ બિલનું કૌભાંડ આચરાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ દરમ્યાન ન્યુ આઈડીયલ એજન્સીના સંચાલક દ્વરા રૂા.46473ની કિંમતના 24 નંગ ઈંજેકશન બોગસ બીલ બનાવી કાળાબજારમાં વેચી નાખ્યાની ફરિયાદ પરથી પી.આઈ. વી.કે. ગઢવી, પી.એસ.આઈ. રબારી, જાડેજા સહિતના સ્ટાફે તપાસ કરતા આ ઈંજેક્શન રૈયા રોડ પર દ્વારકેશ પાર્કમાં રહેતા તબીબ આનંદ હસમુખભાઈ ચૌહાણના નામે બીલ બનાવ્યું હોય પોલીસે વધુ તપાસ કરતા પોતે કોવિડની સારવાર કરતા ન હોવાનું અને તેણે આવા કોઈ ઈંજેક્શનો ખરીદી ન કર્યાનું જણાવ્યું હતું. દરમ્યાન તબીબના નામે બોગસ બીલ બન્યું હોવાની તબીબની ફરિયાદના આધારે પરેશ ઝાલાવડિયાની ધરપકડ કરી રજનીકાંતનો જેલમાંથી કબ્જો મેળવવા કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે પકડાયેલ કૌભાંડમાં પણ સૂત્રધાર તરીકે એમ.આર. રજનીકાંતનું નામ રહ્યું હતું કે જેણે જે રીતે 206 ઈંજેક્શનો હોસ્પીટલના નામ બીલ બનાવીને મેળવ્યા હતા. તેવી જ રીતે આઈડલ એજન્સી માંથી ઈંજેકશનનો જથ્થો લીધો હોવાની શંકાએ બંનેના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ કરી છે.

રાજકોટનાં ACP ક્રાઇમ ડી.વી. બસિયાએ આપેલી માહિતી પ્રમાણે રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીનાં મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પણ પોતાનો જવાબ રજૂ કર્યો છે. ઇન્જેશન નકલી નહીં હોવાની સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. અને હાલ કાળા બજારી અને બોગસ બિલીંગ મામલે તપાસ ચાલુ છે. કાળાબજારી કરનાર આરોપ સામે કડક પગલા લેવાશે તેવું સરકાર દ્વારા HC માં પણ કહેવામાં આવ્યું છે.  

ક્રાઇમ એસીપી ડી.વી.બસિયાએ વધુમાં જણાવ્યું કે, કોરોનાનાં કપરા કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શનની બજારમાં માંગ વધી છે. માટે જ કાળા બજારીયાઓ કૃત્રિમ અછત ઉભી કરી આ રીતે કાળા બજારી અને બોગસ બિલીંગથી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા હતા. 2300 જેટલા ઇન્જેક્શન ખરીદ્યા હતા, અને 168 બિલ શંકાસ્પદ જણાયા છે. આરોપીઓને રિમાન્ડ માંગતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. હાઇકોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews