Not Set/ ટેમ્પાના હપ્તા ભરવા મોરબીના એક દંપતિએ જે અનોખો માર્ગ પકડ્યો, જે જાણીને..

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ મહામારીને કારણે દેશમાં અનેક ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. આ સમયમાં ઉભી થયેલી રોજગારની તંગીના કારણે લોકોની હાલત દયનીય ગઈ છે.  આ સંકટની ઘડીમાં હવે લોકોને લોન ભરવી પણ મુશ્કેલ બની ગઈ છે, ત્યારે આ સ્થિતિમાં કેટલાક લોકો ખોટો […]

Gujarat Others

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ મહામારીને કારણે દેશમાં અનેક ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. આ સમયમાં ઉભી થયેલી રોજગારની તંગીના કારણે લોકોની હાલત દયનીય ગઈ છે. 

આ સંકટની ઘડીમાં હવે લોકોને લોન ભરવી પણ મુશ્કેલ બની ગઈ છે, ત્યારે આ સ્થિતિમાં કેટલાક લોકો ખોટો રસ્તો અપનાવી રહ્યા છે. આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં એક દંપતિએ ચોરીનો એક અનોખો રસ્તો અપનાવ્યો છે, જેમાં બંને વ્યક્તિ કોઈ પૈસા કે સોના-ચાંદીની નહીં પણ ગટરના ઢાંકણાની ચોરી કરતા હતા.

આ મામલે મોરબી પોલીસે આ દંપતિની ટેમ્પો સાથે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો પિન્ટુ મેથાણીયા અને પત્ની ગીતા ગટરના કાંઢણા ચોરતા હતા. મોરબી ડિવિઝન પોલીસે બંનેની આકરીઢબે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેમણે ગટરના ઢાંકણા ચોર્યાની કબૂલાત કરી છે. શહેરના મુખ્ય માર્ગ પરથી તેઓ ગટરના ઢાંકણા ચોરી લેતા હતા. મોડી રાત્રે આ દંપતિ ગટરના ઢાંકણા ચોરતું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સક્રિય થયું હતું.

પોલીસે બંને પાસેથી છ ગટરના ઢાંકણા કબ્જે કર્યા છે. આ ઉપરાંત આવા ઢાંકણા ખરીદનારનું નામ પણ જાણી પોલીસે શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ લોકડાઉનના સમયમાં કોઈ કામ ન મળતા ચોરીના રવાડે ચડી ગયો હતો. લોન પર લીધેલા ટેમ્પાના હપ્તા ભરવા માટે તેમણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો, અને જુદા જુદા વિસ્તારમાંથી ગટરના છ ઢાંકણા ચોરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ