- બુલેટ ટ્રેન માટે અંતરોલીના વિકાસને મંજૂરી
- અંતરોલી હાઈસ્પીડ કોરીડોરને અપાઈ મંજૂરી
- કામરેજ-પલસાણા કોરીડોરનો પણ થશે વિકાસ
- PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને પણ થશે લાભ
- રહેણાંક અને કોમર્શિયલ બાંધકામને મંજૂરી
- DP મંજૂર થતાં સુરત મનપા માટે વિકાસની અઢળક તકો ખૂલશે
- ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો થશે મુકત
- ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના થશે સાકાર
- 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે
સુરત શહેરના વિકાસ માટે રાજ્યના CM વિજયભાઇ રૂપાણીએ કેટલાક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેમાં સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-2035ને મંજુરી આપી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા અને સુડાની 1085 ચો.કિ.મી. વિસ્તારનો વિકાસ થશે. છેલ્લા 30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવા નવા દ્વાર ખુલશે.
હવે આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે. અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બેય બાજુ ૧ કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના પ૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઇ શકશે.
કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા
ખૂલશે. સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
