પશ્ચિમ બંગાળનાં ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટીનાં નેતા મનીષ શુક્લાની હત્યાનાં વિરોધમાં આજે ભાજપનાં કાર્યકરો કોલકાતામાં પ્રદર્શન કરી રહ્યા છે, આ દરમિયાન તેઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે, પરંતુ આ દરમિયાન ભાજપનાં કાર્યકરોનો વિરોધ રાજ્ય પોલીસે રોકવા માટે વોટર કેનનો ઉપયોગ કર્યો છે, વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપનાં કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો કરાયો અને ટીયર ગેસનાં શેલ પણ છોડવામાં આવ્યા હતા, ભાજપનાં નેતા વિજયવર્ગીય પણ ભાજપનાં આ પ્રદર્શનમાં સામેલ થયા છે, જે પોલીસનાં આ વર્તન પછી અન્ય નેતાઓની સાથે ધરણા પર બેઠ્યા છે, તેમની સાથે ભાજપ નેતા લોકેટ ચેટર્જી પણ છે.
આ પણ વાંચો – ભારતનાં 15 કરોડથી વધુ લોકો આવશે ગરીબી રેખા નીચે : વર્લ્ડ બેંક
આ દરમિયાન તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે અમે લોકતાંત્રિક રીતે વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ સીએમ મમતાએ અમારા શાંતિપૂર્ણ વિરોધને હિંસક વિરોધમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ ગુંડાઓએ અમારા પર પથ્થરમારો કર્યો છે, અમારા બધા કામદારો માસ્ક પહેરે છે, શું નિયમ ફક્ત અમારા માટે છે? , મમતા જીએ હજારો લોકોની સાથે પ્રદર્શન કર્યુ છે અને અમને સામાજિક અંતરનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. શું તે જ નિયમ તેમને લાગુ પડતો નથી.
આ પણ વાંચો – હાથરસ કેસમાં વળાંક, ચાર આરોપીઓએ જેલમાંથી પત્ર લખી પોતાને બતાવ્યા નિર્દોશ અને કહ્યુ…
વળી ભાજપ નેતા લોકેટ ચેટર્જીએ કહ્યું કે, પોલીસ અમારા લોકો પર લાઠીચાર્જ કરી રહી છે. ખિદિરપુર વતી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે, પોલીસ તેને જોઈ શકતી નથી, તે ફક્ત ગુંડાગીરી છે. જણાવી દઇએ કે, કોલકાતામાં ભાજપનાં કાર્યકરો પશ્ચિમ બંગાળમાં ભાજપનાં કાર્યકરોની હત્યા વિરુદ્ધ મોટી સંખ્યામાં ‘નાબન્ના ચલો‘ આંદોલન ચલાવી રહ્યા છે, ભાજપનાં પ્રદર્શનને જોતા વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
