Not Set/ દિલ્હી/ હિન્દુ છોકરાને અન્ય ધર્મની કિશોરી સાથેની દોસ્તી પડી ભારે

દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ મામલો પ્રેમ સંબંધ વિશે કહેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, ત્રણ સગીરની ધરપકડ પણ કરી હતી. એવું કહેવામાં આવે છે કે રાહુલ નામનો છોકરો બીજા ધર્મની છોકરી સાથે પ્રેમમાં હતો. છોકરીના પરિવારજનોને […]

Uncategorized

દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ મામલો પ્રેમ સંબંધ વિશે કહેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, ત્રણ સગીરની ધરપકડ પણ કરી હતી. એવું કહેવામાં આવે છે કે રાહુલ નામનો છોકરો બીજા ધર્મની છોકરી સાથે પ્રેમમાં હતો. છોકરીના પરિવારજનોને આ વિશે જાણ થઇ અને યુવતીના પક્ષના લોકોએ રાહુલને માર માર્યો હતો. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

રાહુલના પરિવારના સભ્યોએ કહ્યું કે તે અંગ્રેજી ટ્યુશન પણ શીખવે છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે છોકરીના પરિવારજનો તરફથી ફોન આવ્યો હતો અને તે જ ફોન ઉપર તેને બોલાવવામાં આવ્યો હતો. રાહુલ ઘરની બહાર ગયો હતો જ્યાં 8 થી 10 છોકરાઓ તેની રાહ જોતા હતા. તે છોકરાઓ રાહુલને તેમની સાથે લઈ ગયા અને માર મારવા લાગ્યા. રાહુલને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.

જેવું પરિવારજનોને જાણવા મળ્યું કે રાહુલનો ઝગડો થયો છે તેવા જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં રાહુલ બેભાન અવસ્થામાં પડેલો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ