વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને નામનો ઉપયોગ કરવા બદલ ભાજપ અને જેડીયુના હુમલા હેઠળ આવેલ લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને પોતાને પીએમ મોદીના હનુમાન ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓના હૃદયમાં પીએમ મોદીની તસવીર છે અને જરૂર પડે ત્યારે તેઓ છાતી ફાડીને પી એમ મોદીની તસવીર બતાવી પણ શકે છે.
ચિરાગ પાસવાને શુક્રવારે વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વડા પ્રધાનના ફોટાઓનાં ઉપયોગને કારણે સતત ચિંતામાં છે કે ક્યાંક અમે વડાપ્રધાનનો ફોટો ઉપયોગ ન કરી લઇએ. હું ક્યાં ફોટો યુઝ કરું છું? મારો ઉમેદવાર કયો યુઝ છે? મને કોઈપણ હોર્ડિંગ પોસ્ટર, મેનિફેસ્ટો બતાવો જ્યાં હું તેનો ફોટોગ્રાફ વાપરી રહ્યો છું.”
#WATCH I don't need to use PM Modi's photos for campaigning. He lives in my heart, I am his Hanuman. If needed, I'll tear open my chest and show it: LJP chief Chirag Paswan#BiharElections pic.twitter.com/KhVPG4w2J2
— ANI (@ANI) October 16, 2020
ચિરાગે પોતાને પીએમના હનુમાન તરીકે વર્ણવતા કહ્યું કે, મારે વડા પ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ કરવાની જરૂર નથી. હું તેનો હનુમાન છું. તેનું ચિત્ર મારા હૃદયમાં વસે છે, જો કોઈ દિવસ જરુર પડશે તો હું મારુ હૃદય ફાડીને તેમા વડા પ્રધાનની તસવીર પણ બતાવીશ. હા, મુખ્ય પ્રધાનને ચોક્કસ પણે કોઈ ચિત્ર મૂકવાની જરૂર છે કારણ કે તેઓ સતત પીએમનો વિરોધ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
