ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો રાતે આપવામાં આવતી વીજળી અંગે વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોની આ માંગણી આજે સરકારે પરી પૂર્ણ કરી છે. અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજ રોજ ખેતી માટે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે.
પ્રાપત વિગતો અનુસાર ખેતી માટે હવેથી દિવસે વીજળી આપવા ઉર્જામંત્રીએ જાહેરાત કરી છે. સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ખેડૂતોને વીજળી આપવામાં આવશે. પીએમ મોદી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશે. અને આ યોજના અંતર્ગત ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં આવશે. 220 કેવીના નવા સબ સ્ટેશનો બનાવવાના છે. હાલ માં 6000 થી 6500 મેગા વીજળી આપીએ છીએ. હવે 11000 મેગા વીજળી મળશે. આવતા 2 વર્ષ માં તમામ ખેડૂતોને આ લાભ મળશે. ગીર સોમનાથ 143 ગામડા આ સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જૂનાગઢ 220 ગામડાને પણ ફોરેસ્ટના લીધે પ્રાધાન્ય આપ્યું છે. દાહોદ 692 ગામડાને પ્રથમ ફેસમાં લાભ મળશે.
