મોરબી બેઠકની પેટા-ચૂંટણીનાં પ્રચારમાં બ્રિજેશ મેરજાને ફરી માઠો અનુભવ થયો છે. જી હા એક જ દિવસમાં આ બીજી વખત છે જ્યાં મોરજા પર લોકોએ સવાલોનો વરસાદ વરસાવ્યો છે. ફરી એક વાર મોરબી માળીયા બેઠકનાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો લોકોએ ઉધડો લીધો છે.
ઉલ્લેખનીય ચે કે, આજે જ લોકોએ મેરજાને ઉધડો લીધો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ઘટતું હોય તેવી રીતે આજના દિવસમાં જ મેરજાને બીજો અવો અનુભવ થતા મોરબી માળીયા પેટા ચૂંટણીમાં મતદારોએ રાજકીય ગરમાવો લાવી દીધો હોવાનું જોવામાં આવી રહ્યું છે.
બ્રિજેશ મેરજાને પ્રચાર દરમિયાન મતદારો સતત અણીયારા સવાલો પુછી રહ્યા છે. અને પ્રચાર દરમિયાન જ આકરા પ્રશ્રો પુછાતા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સહિતનાં ભાજપનાં તમામ નેતા ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ રહ્યા છે. એક બાદ બીજો વીડિયો પણ સામે આવ્યો છે. લોકોએ મેરજાને ઉધડો લીધો હોવાનો બીજો પણ વિડીયો વાયરલ થયો.
25 વર્ષથી ભાજપને મત આપી વિજય બનાવતા હતા…ધારાસભ્યને કેમ સાઇડલાઇન કર્યા? ધારાસભ્યને સાઇડલાઇન તો ભાજપને મત કેમ આપવો? ગામડાઓમાં બ્રિજેશ મેરજાને પ્રચારમાં લોકો આક્રોશ સાથે આવા સવાલો પુછી રહ્યા છે.
લોકોનાં સવાલો
- લોકો પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને યાદ કરી રહ્યા છે તો શુ?
- મોરબી ભાજપમા બે જુથ પડી ગયા છે ???
- આ બાબતે કાંતિ અમૃતિયા કેમ ચુપ??
જુઓ મેરજાનો ઉધડો લેતા લોકો કેવા પુછી રહ્યા છે સવાલો…
